ગુજરાત
ભેસાણ તાલુકાના 20 ગામના સરપંચોના સામૂહિક રાજીનામાં
જુનાગઢ જિલ્લામાં ભેંસાણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં સરપંચો દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે હંગામો કરવામાં આવ્યો હતો. સરપંચોએ પડતર પ્રશ્નો મુદ્દે રજુઆત કરતાં કે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એટલે કે 15 દિવસ સુધી અમે અમારા સરપંચ તરીકેના પદ પરથી રાજીનામું આપીએ છીએ. જેને લઈને સમગ્ર જિલ્લામાં રાજકારણ ગરમાયું હતું.
ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને રોજ એક વિવાદ સામે આવી રહ્યો છે, ત્યારે જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના 20 ગામડાઓના સરપંચોએ એક સાથે રાજીનામા આપ્યા છે. વહીવટી પ્રક્રિયા સહેલી હોવાની જગ્યાએ મુશ્કેલ કરી દેતા, વિકાસના કામો અટકી પડ્યા હોવાથી વહીવટીતંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયો હોવાની ચર્ચા થઈ હતી.મળતી માહિતી પ્રમાણે, ભેંસાણ તાલુકા કચેરી ખાતે અધિકારીઓની અણઆવડતના કારણે અનેક ગામડાઓના વિકાસમાં હાલાકી ભોગવવી પડતી હોવાથી બેઠક બોલાવવામાં આવી હતી. જે બેઠકમાં પડતર પ્રશ્નો મુદ્દે ચર્ચા થઈ હતા. જેને લઈને તમામ ગામડાઓના સરંપચોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં રોષે ભરાયેલા 20 જેટલા સરપંચોએ કારોબારી અધ્યક્ષને રાજીનામા મોકલ્યાં હતા.
સમગ્ર મામલે સરપંચોએ આક્ષેપ કર્યા હતા કે, ગ્રામ પંચાયતના વહીવટીમાં કામોમાં ૠજઝ સહિતના અનેક મુદ્દાઓ લાંબા સમયથી હોવા છતા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન દેવામાં આવતું ન હતું. તેવામાં વહીવટી કાર્ય સરળ કરવાની જગ્યા મુશ્કેલી ભર્યા કરવાથી વિકાસના કામો થતા નથી. આ ઉપરાંત, ગૌચરની જમીન ખાલી કરાવવાને લઈને દબાણ કરવાની સામે હદ-નિશાન ન હોવાથી મુશ્કેલી ઊભી થાય છે. અંતે કંટાળીને સરપંચોએ 15 દિવસ માટે રાજીનામા ધરી દીધા હતા.