ગુજરાત
સુરેન્દ્રનગરમાં ઝવેરીના મકાન સહીત ત્રણ મકાનના તાળાં તૂટયા
સુરેન્દ્રનગર શહેરની વૃંદાવન સોસાયટીમાં રહેતા 37 વર્ષીય વીકીભાઈ કિશોરભાઈ માંડલીયા સુરેન્દ્રનગરના લીંબડીના ઉતારામાં રાધેશ્યામ ઓર્નામેન્ટસના નામે દાગીનાની દુકાન ધરાવે છે.તેઓ ગત તા. 2 -11ના રોજ દિવાળીના તહેવારો હોઈ પરિવાર સાથે મુળ વતન સાયલા ગયા હતા. જયાંથી ગત તા. 5-11ના રોજ રાતના સમયે પરત આવતા ઘરના દરવાજાના નકુચા તુટેલા હતા.
જયારે ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો. તપાસ કરતા ઘરમાંથી રોકડા રૂૂપિયા 25 હજાર અને સોના-ચાંદીના ઘરેણા કિંમત રૂૂપિયા 91,100 સહિત કુલ રૂૂપિયા 1,16,100ની માલમત્તા ચોરાઈ હતી. ત્યારબાદ તેમના વિસ્તારમાં જ રહેતા વૃશાંતભાઈ તરૂૂણભાઈ સોનીના ઘરે પણ તસ્કરો રૂૂ. 5,500ની રોકડ અને 11 હજારના ઘરેણાં લઈ ગયા હતા. જયારે દિલીપભાઈ ગણેશભાઈ ગામીને ત્યાં પણ રોકડા રૂૂપિયા 6 હજાર ચોરાયા હતા. બનાવની એ ડીવીઝન પોલીસ મથકે જાણ થતા ડી સ્ટાફના મુકેશભાઈ ઉત્તેળીયા, અજયસીંહ, મહાવીરસીંહ, અશ્વીનભાઈ સહિતના પોલીસ કાફલાએ જઈ તપાસ કરી હતી. આ બનાવની વીકીભાઈ માંડલીયાએ અજાણ્યા શખ્સો સામે તેમના તથા ર સાહેદોના ઘરે મળી કુલ રૂૂપિયા 1,38,600ની મત્તા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઈ આર.એમ. સંગાડા ચલાવી રહ્યા છે.
ચોટીલાના તાજપર ગામે રહેતા ભાવેશભાઈ ગાબુ ગામમાં પરચુરણ સામાન અને ઠંડા પીણાની દુકાન ચલાવે છે. ગત તા. 4થીએ રાત્રે તેઓએ દુકાન પાસે પોતાનું બાઈક મુકયુ હતુ. અને તા. પમીએ સવારે આવીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. તેમની દુકાને સીસીટીવી કેમેરા હોઈ તેમાં જોતા રાતના 12-01થી 12-15કલાકના સમયમાં કોઈ શખ્સ બાઈકના વાયર સાથે ચેડા કરી બાઈકને દોરીને લઈ જતો નજરે પડયો હતો. આથી ભાવેશભાઈએ અજાણ્યા શખ્સ સામે રૂૂ. 70 હજારનું બાઈક ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.