Site icon Gujarat Mirror

મોરબીના શકત શનાળામાં જૂની અદાવતમાં 4 વર્ષના માસૂમ ઉપર શખ્સ લાકડીથી તૂટી પડ્યો

મોરબીના શકત શનાળામા જુની અદાવતનો ખાર રાખી 4 વર્ષના માસુમ પર એક શખ્સે લાકડી વડે હુમલો કર્યો હતો. માસુમ બાળકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.

હુમલાખોર શખ્સના ભત્રીજાએ ઇજાગ્રસ્ત બાળકના દાદીને બે દિવસ પુર્વે બાઇક અડાડી દેતા થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના શકત શનાળા ગામે આવેલા શકિત પ્લોટમા રહેતા પરીવારનો સત્યમ મહીપતભાઇ સનાડીયા નામનો 4 વર્ષનો માસુમ બાળક રાત્રીના આઠેક વાગ્યાના અરસામા પોતાના ઘર પાસે હતો ત્યારે કાના નામના શખ્સે ધોકા વડે માર માર્યો હતો. માસુમ બાળકને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો.

પ્રાથમીક પુછપરછમા બે દિવસ પહેલા હુમલામા ઘવાયેલા સત્યમના દાદી શાંતાબેનને હુમલાખોર કાનાના ભત્રીજાએ બાઇક અડાડી દીધુ હતુ.

જે અંગે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બોલાચાલીનો ખાર રાખી કાનાએ સત્યમ પર હુમલો કરી લાકડી વડે માર માર્યો હોવાનુ આક્ષેપ કરવામા આવ્યો છે. આ બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version