Site icon Gujarat Mirror

રામપર બેટી ગામે ટ્રોલી ઉંચી થતા ડમ્પરમાં વીજ કરંટ લાગ્યો, શ્રમિકનો હાથ અડી જતા મોત

શહેરના રામપર બેટી ગામ પાસે ડમ્પરમાં લાગેલ વિજ કરંટથી બાજુમાં ઉભેલ યુવાનનું કરૂૂણ મોત નીપજ્યું છે.આ બનાવ અંગેની જાણ થતાં એરપોર્ટ પોલીસ પણ દોડી આવી હતી.પ્રાપ્ત વિગત મુજબ, કુવાડવા ગામમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અર્જુનભાઈ ભૂરાલાલભાઈ બાબેરીયા આજે વહેલી સવારના તે રામપર બેટી ગામ પાસેથી ડમ્પરમાં માટી ભરી રાજકોટ ખાલી કરવાં માટે આવતો હતો.ત્યારે રામપર બેટી નજીક જ ડમ્પરના ટાયરમાં પંચર પડ્યું હતું. જેથી તેને તેના શેઠને જાણ કરતાં અન્ય ડમ્પરમાં ટાયર આવ્યું હતું.

જે ટાયર નીચે ઉતારવા ડમ્પરની ટ્રોલી ઊંચી કરતાં ટ્રોલી વિજ તારને અડી ગયું હતું. ત્યારે બાજુમાં ઉભેલ અર્જુનનો હાથ ડમ્પર ટ્રોલીને અડતાં તેમને પણ વિજ શોક લાગ્યો હતો.અચાનક જ જોરદાર લાગેલ વિજશોકથી યુવાન ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યો હતો. ઘટનાસ્થળે એકઠાં થયેલ લોકોએ તુરંત યુવાનને સારવારમાં કુવાડવા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસ મથકના એએસઆઈ પરેશભાઈ સાંગાણી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતક ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવાનના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Exit mobile version