Site icon Gujarat Mirror

રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાને પાઈપ વડે માર મારી બંને પગ ભાંગી નાખ્યા

oplus_262144

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતી યુવતીએ પ્રેમિ વિરૂધ્ધ અગાઉ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં બન્ને વચ્ચે વેરના બીજ રોપાયા હતાં. ગઈકાલે પ્રેમિએ ‘તે મારા પિતાને કેમ ગાળો આપી’તેમ કહી પાઈપ વડે માર મારી બન્ને પગ ભાંગી નાખ્યા હતાં. યુવતીને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતી 25 વર્ષની યુવતી રાત્રીનાં ત્રણેક વાગ્યાના અરસમાં પોતાના ઘર પાસે હતી ત્યારે હિરેન રેવા ધોળકીયા ઉર્ફે કાના રાજા નામના શખ્સે પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. યુવતીને બન્ને પગમાં ફેંકચર જેવી ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં હુમલામાં ઘવાયેલી યુવતી એક ભાઈ એક બહેનમાં મોટી છે અને તેના પિતા હયાત નથી. યુવતી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે. યુવતીને દોઢેક વર્ષ પહેલા પરિણીત હિરેન ધોળકીયા ઉર્ફે કાના રાજા સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બાદમાં બન્ને વચ્ચે અણબનાવ બનતા યુવતીએ હિરેન ધોળકીયા ઉર્ફે કાના રાજા વિરૂધ્ધ થોડા સમય પૂર્વે જ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદનો ખાર રાખી ગઈકાલે હિરેન ધોળકીયા ઉર્ફે કાના રાજાએ યુવતીનો પીછો કરી ‘તું મારા પિતાને કેમ ગાળો આપે છે’ તેમ કહી હુમલો કરી પગ ભાંગી નાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version