Site icon Gujarat Mirror

પારડી ગામે પતિ બીજી મહિલાને લઇને ભાગી જતા પત્નીએ ફિનાઇલ પીધું

શાપર-વેરાવળના પારડી ગામે રહેતા રેશમાબેન ગૌતમભાઇ વાસુકીયા (ઉ.વ.26)નામના પરિણીતાએ ગઇકાલે બપોરે ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ મુળ ધોરાજીના ભુખી ગામના રહેવાસી છે અને તેમના લગ્ન સાત વર્ષ થયા છે. તેમના પતિ કડીયા કામ કરે છે. આ ઘટનામાં રેશમાબેને આક્ષેપ કર્યો હતો કે, તેમનો પતિ ત્રણેય મહિનાથી અન્ય મહિલાને લઇને ભાગી જતા તેણીએ આ પગલુ ભર્યુ છે.

જયારે બીજી ઘટનામાં નાનામવા રોડ પર આવેલા આવાસ યોજનામાં રહેતા પ્રિયાબેન હાર્દિકભાઇ પરમાર (ઉ.વ.26)નામના મહિલાને તેમના પતિ સાથે ઝઘડો થતા ફિનાઇલ પી લીધુ હતું. તેમના પતિ કેેટેરસનુ કામ કરે છે. તેમને સંતાનમાં એક દીકરો છે. જયારે અન્ય બનાવમાં માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલી માલધારી સોસાયટીમાં રહેતા સુમીતાબેન જીતેન્દ્રભાઇ સર્મા (ઉ.વ.40)એ ગઇકાલે બપોરે પોતાના ઘરે એસીડ પી લેતા તેમને સારવારમાં ખસેડાયા હતા. તેઓ મુળ યુપીના રહેવાસી છે અને તેમના પતિ કારખાનામાં મજૂરી કામ કરે છે. પતિ સાથે ઝઘડો થયા બાદ આ પગલુ ભરી લીધુ હતું.

Exit mobile version