Site icon Gujarat Mirror

દીકરીનો જન્મ થતા પતિ સહિતના સાસરિયાઓનો પરિણીતાને ત્રાસ

શહેરના બેડીપરા વિસ્તારમાં માવતરે રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયા વિરૂધ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ પોલીસે ચોપડે નોંધાવી છે. જેમાં દીકરીનો જન્મ થતા પતિ સહિતના સાસરીયાઓને ન ગમતા તેઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું અને તને કઇ આવડતું નથી. તેમ કહી મેણાટોણા મારી માવતરે મોકલ્યા બાદ તેડવા આવતા ન હોવાથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જાણવા મળતી વિગત મુજબ હાલ બેડીપરામાં બે મહિનાથી માવતરે રહેતી જીંકલ યાજ્ઞિકભાઇ વોરા (ઉ.વ.25)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલ પડધરીના કેરાળા ગામે રહેતા તેના પતિ યાજ્ઞિક જમનભાઇ વોરા, સસરા જમનભાઇ, સાસુ મીનાબેન અને નણદ સ્મીતાબેન રાહુલભાઇ સોજીત્રાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2023માં થયા હતા.

લગ્નના દોઢ વર્ષ બાદ પતિ સહિતના સાસરીયાઓએ તને કઇ આવડતુ નથી તેમ કહી મેણાટોણા મારવા લાગ્યા હતા. બાદમાં તેને દીકરીનો જન્મ થતા સાસરીયાઓને દીકરો જોતો હોય તેથી સારુ ન લાગતા તેના પ્રત્યે અણગમો રાખી ત્રાસ આપવાનુ શરૂ કર્યુ હતું. બાદમાં તેને માવતરે મોકલી દય પરત તેડવા ન આવતા પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પતિ સહિતના સાસરીયાઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version