ક્રાઇમ
કુવાડવા ગામે બંધ મકાનના તાળાં તોડી રૂા. 1.10 લાખની ચોરી
દોઢ વર્ષ પહેલાં પુત્રનું અવસાન થતાં પરિવાર તે ઘરે માત્ર મોબાઈલ ચાર્જ કરવા જતા હતા : દાગીના-રોકડ ઉઠાવી ગયા
કુવાડવા ગામે હુડકો ક્વાર્ટર પાસે નદીના કાંઠે રહેતા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો રૂા. 1.10 લાખની ચોરી કરી ગયા હતાં. રાજુભાઈ દામજીભાઈ સાડમીયાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ દોઢ વર્ષ પહેલા પુત્રનું અવસાન થતાં તેઓ અમદાવાદ હાઈ-વે પર ઝુપડામાં રહે છે અને માત્ર મોબાઈલ ચાર્જીંગ કરવા ઘરે જાય છે. ગત તા. 29ના સવારે મોબાઈલ ચાર્જીંગ કરવા જતા તાળાતુટેલા હોય તસ્કરો રૂા. 40 હજારની રોકડ અને સોનાના દાગીના મળી રૂા. 1.10 લાખની ચોરી કરી ગયા હતાં.