જેતપુરમાં દુષ્કર્મ કેસના આરોપીના પિતા સહિત ચાર શખ્સોનો પીડિતાની માતા ઉપર હુમલો

ચારેય શખ્સોએ અમરનગરમાં પીડિતાના ઘરે આવી આતંક મચાવ્યો જેતપુર તાલુકાના અમરનગર ગામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીની માતા ઉપર આરોપીના પિતા સહિતના શખ્સોએ હુમલો કરતા આ…

ચારેય શખ્સોએ અમરનગરમાં પીડિતાના ઘરે આવી આતંક મચાવ્યો

જેતપુર તાલુકાના અમરનગર ગામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીની માતા ઉપર આરોપીના પિતા સહિતના શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ જેતપુરના અમરનગર ગામમાં રહેતા અને ઘરકામ કરતા 23 વર્ષીય મહિલાએ જેતપુર તાલુકા પોલીસ મથકે બહાદુર વલ્લભભાઈ વાઘેલા, કિશન બહાદુરભાઈ, પરેશ વલ્લભભાઈ અને વિપુલ ઉર્ફે રોહિત વલ્લભભાઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આશરે આઠેક મહિના પહેલાં આરોપી બહાદુરના પુત્ર અશ્વિને ફરિયાદીની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. જે તે સમયે આ મામલે પોક્સો એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ જ બાબતનું મનદુ:ખ રાખીને આરોપીઓ અવારનવાર ફરિયાદીના પરિવાર સાથે માથાકૂટ કરતા હતા. શુક્રવારે સાંજે ચારેય શખ્સોએ એકસંપ થઈને મહિલાના ઘરે આવી આંતક મચાવી હુમલો કર્યો હતો એટલું જ નહીં, આરોપીઓએ તેમને અહીંથી જતા રહો, નહીંતર જાનથી મારી નાખીશું તેવી ગંભીર ધમકી પણ આપી હતી. આ મામલે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. જેતપુર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 352, 351(3) અને 54 મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ એએસઆઈ આર.ડી.ઝાલાને સોંપવામાં આવી છે અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.