ગુજરાત
જયપ્રકાશનગરમાં પત્ની સાથે ઝઘડો થતાં પતિએ ફિનાઇલ પીધું
શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલા જય પ્રકાશ નગરમાં રહેતા યુવાને પત્ની સાથે ઝઘડો થતા લાગી આવવાથી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, જય પ્રકાશ નગર શેરી નં.17મા રહેતો મહેશ ઉમરાજી ભોયા (ઉ.વ.35)નામના યુવાને આજે સવારે ભગવતીપરા પોલીસ ચોકી સામે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મહેશ કારખાનામાં કામ કરતો હોવાનું અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા લાગી આવવાથી તેણે આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું હતું.