કાલાવડ નજીક ટ્રક અડફેટે બાઈક સવારને ઈજા
જામનગરના બેડી ધરારનગર વિસ્તારમાં રહેતા સલીમ ઇસ્માઈલભાઈ હાલેપોત્રા નામના 26 વર્ષના સંધિ યુવાને પોતાના ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે નવાજ ઉમરભાઈ સમા અને તેના એક સાગરીત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જયારે ઇજાગ્રસ્તને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. જેનું ફરિયાદી યુવાને સમાધાન કરાવી દીધું હતું. જે આરોપીને પસંદ નહિ પડતાં ગઈકાલે સામસામા મળી જવાથી ઉપરોક્ત બંને આરોપીઓએ આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે. જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.
ટ્રક અડફેટે ઈજા
કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દુદાભાઈ ગળસર નામના 60 વર્ષના ખેડૂત બુઝુર્ગ કેજેઓ ગઈકાલે પોતાનું બાઈક લઈને જામનગર નજીક મતવા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે. 36 વી. 4545 નંબરના ટ્રક ના ચાલકે તેઓને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખ્યા હતા. આથી ઇજાગ્રસ્ત દુદાભાઈ ને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ન બનાવ અંગે દુદાભાઈ ના પુત્ર ભાવેશ ગળસરે મેઘપર પોલીસ મથકમાં પોતાના પિતાને હડફેટમાં લઈ ગંભીર ઇજા પહોંચાડનાર જી.જે. 36 વી. 4545 નંબરના ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
