જામનગરના હવાઈચોક ભાનુશાળી વાડ વિસ્તારમાં રહેતી 19 વર્ષની કોલેજિયન યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.આ બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, હવાઈચોક ભાનુશાળી વાડ, શેરી નંબર-8માં રહેતી પ્રિયંકાબેન હિતેશભાઈ કનખરા (19) કોલેજમાં અભ્યાસ કરતી હતી. ગત વર્ષે પરીક્ષામાં તેને કેટી આવી હતી.
આથી તેના દાદાએ મોબાઇલ ફોન ઓછો જોવા અને વાંચન તથા અભ્યાસમાં વધુ ધ્યાન આપવા સમજાવી ઠપકો આપ્યો હતો. દાદાની આ વાત યુવતીને મનમાં લાગી આવતાં તેણે ઘરના રસોડામાં છતના પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પિતા હિતેશભાઈ વિનુભાઈ કનખરાએ પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
દારૂડિયા ભાઇને પોલીસ હવાલે કરતી બહેન
જામનગરના એરફોર્સ રોડ પર મહાકાળી મંદિર નજીક રાવળવાસ શેરી નં. 1માં દારૂૂ પીધેલી હાલતમાં તોફાન કરતા સગા ભાઈને બહેને પોલીસને હવાલે કર્યો હતો. આ બનાવની વિગત મુજબ, હંસાબેન વાઘેલા (ઉ.વ. 35)ના ભાઈ છગનભાઈ દેવરાજભાઈ પરમાર (ઉ.વ. 40) દારૂૂ પીધેલી હાલતમાં તોફાન કરતા હોવાથી હંસાબેને 112 પોલીસ કંટ્રોલ રૂૂમમાં ફોન કરી પોલીસ બોલાવી હતી. પોલીસની ગાડી આવતા બંનેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં પંચોની હાજરીમાં છગનભાઈની તપાસ કરતાં તેમના મોઢામાંથી દારૂૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો નશાના કારણે લાલ હતી અને તેઓ શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાથી લથડિયાં ખાતા હતા. દારૂૂ પીવા અંગેનો કોઈ પાસ કે પરવાનો પણ તેમની પાસે ન હોવાનું જણાવી પોલીસે તેમની સામે દારૂૂબંધીના કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂૂ કરી છે.
