ગોંડલના ગુંદાસરામાં મહિલાએ પુરૂષમિત્ર સાથે આડાસંબંધ હોવાની શંકાએ પરિણીતાને માર માર્યો

વાંકાનેરના પાઈચ ગામે જેલમાંથી છૂટેલા પતિએ ફોન નહીં કરતા પત્નીએ ફિનાઈલ પીધુ ગોંડલના ગુંદાસરા ગામે રહેતી મહિલાએ પુરુષ મિત્ર સાથે આડા સંબંધ હોવાની શંકા કરી…

વાંકાનેરના પાઈચ ગામે જેલમાંથી છૂટેલા પતિએ ફોન નહીં કરતા પત્નીએ ફિનાઈલ પીધુ

ગોંડલના ગુંદાસરા ગામે રહેતી મહિલાએ પુરુષ મિત્ર સાથે આડા સંબંધ હોવાની શંકા કરી પરિણીતાને માર માર્યો હોવાના આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના ગુંદાસરા ગામે રહેતી કનીબેન હનીફભાઈ માવી નામની 30 વર્ષની પરિણીતા રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં રીબડા રેલવે સ્ટેશન પાસે હતી ત્યારે ભદરાબેન નામની પરિણીતાએ ઝઘડો કરી પથ્થર વડે માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઇરાગ્રસ્ત કનીબેન માવી મૂળ મધ્યપ્રદેશની વતની છે અને તેણીને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે કારખાનામાં સાથે કામ કરતા રાજુ નામના યુવકને ભદરાબેન સાથે આડા સંબંધ છે અને કનીબેન રાજુ સાથે વાત કરતા હતા ત્યારે ભદરાબેને કનીબેનને રાજુ સાથે આડા સંબંધ હોવાની શંકાએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અને બીજા બનાવમાં વાંકાનેરના પાઇચ ગામે રહેતી રીનાબેન મોસીનભાઈ શાહમદાર નામની 20 વર્ષની પરિણીતા પોતાના પિતાના ઘરે હતી ત્યારે ફિનાઈલપી લીધું હતું પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં રીનાબેનના સાત મહિના પૂર્વે લગ્ન થયા છે અને છેલ્લા પાંચ મહિનાથી પતિ મોસીન શાહમદાર જેલમાં ધકેલાયો હતો.
અને ત્યારબાદ રીનાબેન માવતરે રહેતી હતી પતિ જેલમાંથી છૂટ્યા બાદ ફોન નહીં કરતા રીનાબેનને લાગી આવતા ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.