Site icon Gujarat Mirror

મેટોડાના દેવડા ગામેે પૌત્રીના લગ્નની જાન આવે તે પહેલા દાદીનું હૃદય બેસી ગયું

લગ્નનો હરખ શોકમાં ફેરવાયો, વૃધ્ધ થોડા દિવસ પહેલા જ ઝારખંડથી આવ્યા હતાં

રાજકોટમાં વધુ ત્રણ લોકોના હાર્ટ અટેકથી મૃત્યુ નીપજ્યા છે. રાજકોટ શહેરના મેટોડા પાસે આવેલા દેવડા ગામે એમરલ ક્લબ રિસોર્ટમાં પૌત્રીના લગ્ન પ્રસંગમાં ઝારખંડથી આવેલા દાદીનું હાર્ટ એટેક આવતા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

વધુ વિગતો મુજબ,મેટોડા ના દેવડા ગામે આવેલા ઝારખંડના જમશેદપુરના નિર્મલાદેવી રમણીક લાલ આડેસરા (સોની) (ઉ.85) નામના વૃદ્ધા ગઈકાલે સાંજે ગામમાં આવેલા એમરલ ક્લબ રિસોર્ટમાં હતા.ત્યારે હાર્ટ અટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા અને બેભાન થઈ જતા તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.તેમને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરી છે.તેમના પુત્ર મનોજની દીકરીના આજે શનિવારે લગ્ન હોય જામનગરથી જાન આવવાની હતી.હાલ તેમના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી આવ્યો છે.હાલ લગ્નનો પ્રસંગ શોકમાં ફેરવાયો છે.

બીજા બનાવમાં નાની મોલડીના કાળુભાઈ અમરાભાઈ બોરીચા(ઉ.53)ને ગઈકાલે ઘરે બપોરે હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને મૃત જાહેર કર્યા હતા.ત્રીજા બનાવમાં મવડીના વિનાયક નગરમાં રહેતા મણીબેન કાથલભાઈ જાટીયા(ઉ.45) ગઈકાલે સાંજે ઘરે હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવતા તેમને સારવારમાં ખસેડાતા તેમનું મોત નીપજ્યું હતું.

Exit mobile version