ક્રાઇમ

ભાવનગરમાં નકલી પીેએસઆઇ બની બે શખ્સે રોફ જમાવ્યો, વીડિયો વાઇરલ થતા ધરપકડ

Published

on

થોડાં દિવસો પૂર્વે સુરતના નકલી પીએસઆઈ તરીકેની ઓળખ આપી સોની વેપારી સાથે છેતરપિંડી આચર્યાંની ઘટના બન્યા બાદ જિલ્લામાંથી વધુ એક નકલી પીએસઆઈ ઝડપાયો છે. દિવાળી પર્વ દરમિયાન ગારિયાધાર માધવ ગૌશાળા રોડ પાસે નકલી પોલીસ બની ચેકિંગ કરનારા શખ્સોનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે નકલી પોલીસ બની રૌફ જમાવનાર સહિતના બે વિરૂૂદ્ધ ગારિયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.


મૂળ ગારિયાધાર તાલુકાના પરવડી ગામના વતની અને સુરતના કમલપાર્ક વિસ્તારમાં રહેતા પિયુષભાઈ રમેશભાઈ પાળેધરાએ ગારિયાધાર પોલીસ મથકમાં ઈમ્તિયાઝ ઉર્ફે કડી દીલાવરભાઈ બેલીમ (રહે.પાલિતાણા રોડ, ધામેલીયાવાડી, ગારિયાધાર) અને અરમાન ઉર્ફે જુનેદ હનીફભાઈ સૈયદ (રહે.ઘાંચીવાડ, ગારિયાધાર) વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેમના મિત્ર સાથે ગારિયાધાર ગુરૂૂકુળ ગૌશાળા રોડ પર ફોટો પડાવવા ગયા હતા ત્યાંથી સાંજે સાડા ચારેક વાગ્યે પરવડી પરત ફરી રહ્યાં હતા ત્યારે ગુરૂૂકુળ રોડ પર જીજે-14-ઝેડ-1136 નંબરની કાર સાથે બે શખ્સો ઉભા હતા જેમણે તેમની બાઈકને સાઈડમાં ઉભી રખાવી પોલીસ તરીકેની ઓળખ આપી જણાવ્યું હતું કે, ભાવનગરથી પીએસઆઈ સાહેબ આવેલા છે અને તમને ચેક કરવાના છે.

જે બાદ પોલીસ તરીકેની ઓળખ આપનારા શખ્સોએ બંને મિત્રોને ચેક કરી લાઈસન્સ માંગ્યુ પરંતુ તેમની પાસે લાઈસન્સ નહી હોવાથી પોલીસ તરીકે ઓળખ આપનારા શખ્સોએ ખોટા કેસમાં ફીટ કરી બાઈક પુરી દેવાનું કહી બંને મિત્રોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમને આ બંને નકલી પોલીસ અધિકારી હોવાની શંકા જતા તેઓનો વીડિયો ઉતારી લીધો હતો અને બાદમાં જાણવા મળેલ કે, પીએસઆઈ તરીકે ઓળખ આપનારા શખ્સ અને તેની સાથેના શખ્સ ગારિયાધારના છે અને બંને પોલીસ નહી હોવા છતાં પોલીસ તરીકેનો રૌફ જમાવતા હતા. આ અંગે ગારિયાધાર પોલીસે પિષુષભાઈની ફરિયાદના આધારે ઉક્ત બંને શખ્સો વિરૂૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


ભાવનગર શહેરના સોની વેપારીને સુરતના પીએસઆઈ તરીકેની ઓળખ આપી, છેતરપિંડી આચરનારા નકલી પીએસઆઈ સામે ગત 23મી ઓક્ટોબરના રોજ શહેરના ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે બાદ દિવાળીના દિવસોમાં વધુ એક નકલી પીએસઆઈ સામે ગારિયાધાર પોલીસમાં ફરિયાદ થઈ છે. આમ, ભાવનગરમાં છેલ્લા 15 દિવસના સમયગાળામાં બે નકલી પીએસઆઈ સામે ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version