ભગવતીપરામાં રહેતા આઇશાબેન મહેબુબભાઇ બુખારી(ઉ.વ.40)નામના મહિલાને તેમની સાથે મૈત્રી કરાર કરી રહેતા જીગ્નેશભાઇ ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરા રહે. મોરબી વાળાએ પોલીસમાં કરેલી અરજીનો ખાર રાખી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આઇશાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન આજથી આશરે બાવીસેક વર્ષ પહેલા સંજયભાઈ આપાભાઈ ગળચર રહે.લીલાપર રોડ મોરબી ખાતે થયેલ.
બાદ સાતેક વર્ષ બાદ મારે છુટા-છેડા થયેલ હોય.પહેલા લગ્ન થકી મારે એક દિકરી જે હાલ મારી સાથે રહે છે.બાદ મારા બીજા લગ્ન મહેબુબભાઇ અબ્દુલભાઇ બુખારી રહે.ભગવતીપરા ખાતે થયેલ હોય.બાદ મારા પતિ મહેબુબભાઇ નુ અવસાન થઇ ગયેલ હોય જેના થકી મારે એક દિકરો છે જે હાલ મારી સાથે રહે છે. એમ મળી અમે પરિવારમાં કુલ ત્રણ વ્યક્તિ રહીએ છીએ.મારે જીગ્નેશભાઇ ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરા સાથે મૈત્રી સંબંધ હોય અને તે આજથી આશરે દશેક મહીનાથી મારી સાથે રહેતો હતો.
રાતના હુ તથા મારો દિકરો જીશાન અને દિકરી હીના ત્રણેય સાથે જ હોય અને મારા મકાનનો સામાન ફેરવતા હોય અને ભારત પાન દુકાનની બાજુમાં ભગવતીપરા મેઇન રોડ ખાતે પહોચતા તે દરમ્યાન આ જિગ્નેશભાઇ ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરા ત્યા આવીને મારી સાથે ઝઘડો અને જેમફાવે તેમ ભુંડા બોલી ગાળો આપવા લાગેલ હોય અને મારી સાથે જપાજપી કરી મને શરીરના વાહાના ભાગે તથા ગરદનના ભાગે મુંઢ માર મારેલ હોય.આ બનાવનું કારણ એ હતુ કે બે દિવસ પહેલા આ જિગ્નેશ ઉ ર્ફે જીગો સામે તેની વિરૂૂધ્ધ બોલાચાલી અને ઝઘડા બાબતની અરજી કરેલ હોય આથી તેનો ખાર રાખી ને આ જીગ્નેશ ઉર્ફે જીગો એ આજે મારી સાથે ફરિવાર ઝઘડો કરેલ હોય. અને મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ કે તુ ગમે એટલી ફરિયાદ કરીશ પણ હુ તને છોડીશ નહી.આવુ કહી મને ડરાવેલ અને ધમકાવેલ બાદ આ જિગ્નેશ ઉર્ફે જીગો ત્યાથી નાશી ગયેલ હોય જેથી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

