ગુજરાત
આનંદનગરમાં ગેરપ્રવૃત્તિ બંધ કરવાનું કહેતા યુવાન પર ત્રણ સગાભાઇનો હુમલો
પાઇપથી માર મારી કાનમાં છરી ઝીંકી: ગુનો નોંધાયો
કોઠારિયા રોડ પર આનંદનગરમાં રહેતા શખ્સો ગેરપ્રવૃતિ કરતા હોવાની શંકાએ તેમને ટપારતા યુવાન પર ત્રણેયે છરી અને પાઇપ વડે હુમલો કરતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ આ અંગે ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની વધુ વિગતો અનુસાર, આનંદનગર હાઉસીંગ બોર્ડના ર્ક્વાટરમાં રહેતા હરીશભાઇ જેરામભાઇ પરમાર નામના યુવાને તેમના ઘર નજીક આવાસ ર્ક્વાટરમાં રહેતા આશીફ હાસમ શાહમદાર, તેમનાભાઇ મોહસીન અને મુસ્તાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
હરિશ પરમારે ફરિયાદમાં જણાવ્યું હતુ કે, આરોપીઓ તેમના ર્ક્વાટરમાં કોઇ ગેર પ્રવૃતિ કરતા હોવાની જાણ થતા તેઓને તેમના ધંધા બંધ કરવાનું કહેતા તેઓ ઉશ્કેરાયા હતા અને આસીફે છરી લઇ કાન પાસે છરકો ર્ક્યા હતો. જ્યારે બીજા બન્નેએ ઢીકાપાટુ અને પાઇપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાવામાં આવ્યો છે.