અમરેલીમાં ધોળા દિવસે 7 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા મોત

અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. અમરેલીના સણોસરા અને મોટા ભંડારીયા ગામ વચ્ચે દીપડાએ 7 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો છે. ધોળા દિવસે બનેલી…

અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. અમરેલીના સણોસરા અને મોટા ભંડારીયા ગામ વચ્ચે દીપડાએ 7 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. જીતુ સોમલાભાઈ માંજરિયાના કપાસના ખેતરમાં કામ કરતા ખેતમજૂર પરિવારના બાળક સાહિલ કલાસવા પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે દીપડાએ બાળકના માથા અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાસ્થળે બાળકના પેટના ભાગે દીપડાના દાંતનાં નિશાન પણ જોવા મળ્યાં હતાં. આ હુમલામાં સાહિલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાને પગલે આસપાસનાં ગામોમાં પણ ફફડાટ ફેલાયો છે.