Site icon Gujarat Mirror

અમદાવાદમાં માતા નવજાત શિશુને પાણીપુરીની લારીએ તરછોડી નાસી ગઇ

શહેરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. બુધવારે શહેરમાં એક વીડિયોની ઘણી ચર્ચા હતી કે, બે યુવતીઓ એક માસૂમ બાળકને સૂમસામ જગ્યા પર પડેલી પાણીપુરીની લારી પર છોડીને ભાગી ફરાર થઈ ગઇ હતી. આ વીડિયોમાં પોલીસ તપાસ બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. આ બે યુવતીમાંથી એક મહિલા અન્ય કોઈ નહીં પરંતુ બાળકની માતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં આવી જતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ કથિત માતાની ઓળખ કરી લીધી હતી.

એરપોર્ટ વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક અજાણી મહિલા હાથમાં કાંઈ લઈને જતી સીસીટીવીમાં દેખાઈ હતી. આ મહિલાએ રસ્તાની બાજુમાં પડેલી એક પાણીપુરીની લારી પાસે જઈ આજુબાજુ જોયું કે કોઈ છે કે નહીં. કોઈ જ ન દેખાતાં તેણે નવજાતને લારીના સ્ટેન્ડ પાસે મૂકી દીધું હતું. લારી પર બાળકને મૂક્યા બાદ મહિલા ઝડપભેર ત્યાંથી ભાગી ગઈ હતી. થોડીવાર પછી જ્યારે રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. ત્યાં જઈને જોયું તો તેઓને બાળક દેખાયું હતું.

તપાસ કરતાં પાણીપુરીની લારીમાં કપડામાં લપેટેલું એક નવજાત બાળક મળી આવ્યું હતું. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ મામલે ડીસીપી ઝોન-4 અતુલકુમાર બંસલે પોલીસને તાત્કાલિક તપાસના આદેશ કર્યા હતા. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બાળકને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરવાની તજવીજ શરૂૂ કરી હતી. આ અંગે એરપોર્ટ પોલીસે માહિતી આપી હતી.

કે, સમગ્ર પ્રકરણમાં દીપા નામની મહિલાનું નામ સામે આવ્યું છે. આ મહિલાએ પહેલા છૂટાછેડા લીધા હતા. આ બાળક તેના પ્રેમી સાથેના અનૈતિક સંબંધનું પરિણામ હતું તેથી ત્યજી દીધું હતું. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Exit mobile version