ગુજરાત
આધારકાર્ડની કામગીરીમાં સર્જાતી અંધાધૂંધી તાત્કાલિક નિવારો
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની કલેકટરને રજૂઆત કરી માગણી
રાજકોટ મહાનગર પાલિકામાં આધાર કેન્દ્ર લોકોનું પીડા નું કેન્દ્ર અને નિરાધાર કેન્દ્ર બન્યું છે. મહાનગરપાલિકામાં નવું આધાર કાર્ડ કેન્દ્ર બનતા તત્કાલીન સમયના મેયર સહિતના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે હવે લોકોને આધાર કાર્ડ માટે રાજકોટ મહાનગરપાલિકામાં લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે અને વધુ ઓપરેટરો સાથે નવસર્જન કર્યું છે. પરંતુ આધાર કાર્ડ કેન્દ્ર વારંવાર વિવાદનું કેન્દ્ર બન્યું છે અને લોકોને પીડા આપતું નિરાધાર કેન્દ્ર બન્યું છે. કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના 18 ઓપરેટરો અને જૂની કલેકટર કચેરીઓમાં ના તાલુકા મામલતદાર કચેરીમાં ઓપરેટરોને સસ્પેન્ડ કર્યા હતા અને રાજકોટની વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન કચેરીમાં આધારકાર્ડ અંગેની કામગીરી બંધ કરાતા સેન્ટ્રલ ઝોન કચેરીમાં અપૂરતો સ્ટાફને બદલે રોજબરોજ ભારે અંધાધુંધી અને અરાજકતા સર્જાય છે.
દિવાળી પહેલા ઓપરેટરોને સસ્પેન્ડ કરાયા બાદ નવી નિમણૂક અંગે કે સસ્પેન્ડ કરાયેલા ઓપરેટરો અંગે કોઈ ત્વરિત નિર્ણય નહીં લેવાતા મહાનગરપાલિકાની ઓપરેટરોને ચાલુ રાખવાની રજૂઆત હાલ માન્ય રાખવામાં આવી નથી જે પગલે લોકોને ચાર ચાર દિવસે પણ આધાર કાર્ડ અંગેની કામગીરી પૂર્ણ થતી નથી કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે.
રાજકોટ શહેરમાં બેંક, મનપા, પોસ્ટ ઓફિસ સહિત કુલ 25 જગ્યાએ કામગીરી ચાલુ છે પરંતુ રાજકોટ શહેર/જિલ્લાની વસ્તીને જોતા આ 25 આધાર કેન્દ્રો અપૂરતા છે જે પગલે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય તો અમારી માંગ છે કે રાજકોટની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો, તમામ વોર્ડ ઓફિસો, મામલતદાર કચેરીઓ, જિલ્લા કલેકટર કચેરી, તમામ આરોગ્ય કેન્દ્ર સરકારી કચેરીઓમાં આધાર કેન્દ્રો શરૂૂ કરવા જોઈએ જેથી લોકોને પોતાના ઘર પાસે જ બેન્ક કે વોર્ડ ઓફિસે સવલતો મળી રહે અને હાલાકી ભોગવવી ન પડે. જૂના ઓપરેટર અંગેની રજૂઆત હાલ કોઈ નિર્ણય આવેલ નથીઓ તો તાત્કાલિક ધોરણે જાહેરાતો આપી ઓપરેટરો અંગેની ભરતી ત્વરિત થવી જોઈએ. તેવી લેખીત રજૂઆત કરી શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કલેકટર સમક્ષ માંગણી કરી છે.