ગુજરાત

મોરબી-માળિયા હાઇવે પરથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કૌભાંડ ઝડપાયું

Published

on

એક શખ્સને ઝડપી બેને શોધતી તાલુકા પોલીસ

રૂા.27.57 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી માળીયા હાઇવે સુખસાગર હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેસના સિલીન્ડરો ભરી ચલાવવામાં આવતા ગેસ કટીંગના કૌભાંડ ઉપર તાલુકા પોલીસે દરોડો પાડીને એક આરોપીની અટકાયત કરી છે.મોરબી તાલુકા પોલીસે 26.57 લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી તાલુકા પોલીસની ટિમ ગઈકાલે નાઇટ રાઉન્ડ/પ્રેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મોરબી તાલુકાના ગાળા ગામ સીમમાં મોરબી માળીયા હાઈવે રોડ ઉપર આવેલ સુખસાગર હોટેલ ગ્રાઉન્ડમાં એક ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢવાની પ્રવૃતિ કરે છે.

તેવી મળેલ હકીકતનાં આધારે સ્થળ પર રેઇડ કરતા સુખસાગર હોટલના ગ્રાઉન્ડમાં એક ટેન્કર પડેલ હોય અને બાજુ માધવ મીની ઓઇલમાં ગેસ સીલીન્ડર પડેલ જે ગેસના ટેન્કરમાં પાઇપ વાટે ગેસ કટીંગ ગે.કા પ્રવિતિ ચાલુ હોય ગેસના ટેન્કર રજી.નં.ગક-01-ક-5485 માંથી રબ્બરની બંને બાજુ વાલ્વ વાળી પાઇપ મારફતે ગેસના બે સિલીન્ડરોમાં ગે.કા.ગેસ કાઢતા ઇસમ સેતાનકુમાર સુર્જનરામ બાંગરવા મળી આવતા તેને કુલ રૂૂ.26,57,357/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટેન્કરમાં ભરેલ આશરે 15.320 મેટ્રિક ટન લીકવીફાઇડ પ્રોપેન ગેસનો જથ્થો ગીચ વિસ્તારમાં રાખવો હિતાવહ ન હોવાથી મુળ માલીકને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીની પૂછપરછ દરમિયાન ગક-01-ક-5485ના ટાટા કંપનીનુ ટેન્કરનાં ચાલક અને માધવ મીની ઓઇલ મીલના કબ્જા ભોગવટાદારનું નામ ખુલતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version