ગુજરાત
ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું દેખાય તો મનપાને ફોન કરો
રાજકોટ શહેરની કમનસીબી કહેવાય કે મોટેભાગે શહેરના મુખ્યમાર્ગો અને સોસાયટીના રસ્તાઓની વચ્ચોવચથી ભુગર્ભ ગટર પસાર થાય છે અને તેના ઢાકણા પણ રોડની વચ્ચો વચ હોવાથી અનેક વખત ઢાકણાઓ તુટી જવાની ઘટનામાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે. લોકો તુટેલા ઢાંકણા નજરે જોતા હોય છે. પરંતુ તેના માટે વોર્ડ ઓફિસે અથવા તંત્ર પાસે ફરિયાદ કરવા કોણ જાય તેવું વિચારી માંડી વાળતા હોય છે.
આથી મહાનગરપાલિકાએ હવે વેબસાઈટ તેમજ પોન મારફતે અને વોટ્સએપ મારફતે ભુગર્ભ ગટરના તુટેલા ઢાંકણાઓ અંગેની ફરિયાદ કરવા માટેની સુવિધા ઉભી કરી છે. મહાનગરપાલિકાએ જારી કરેલા મોબાઈલ નંબર ઉપર કોઈ પણ નાગરિક તુટેલા ગટરના ઢાંકણાનો ફોટો એડ્રેસ સાથે મોકલી તેમજ આપેલા નંબર ઉપર ફોન કરી તંત્રને આ ભુર્ગભ ગટરના ઢાંકણાની જાણકારી આપી શકશે જેમાં સહકાર આપવા માટે તંત્ર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાનાં રસ્તાા પર તુટેલા ભુગર્ભ ગટરના ઢાંકણા અને ફ્રેમનાં કારણે થતાં અકસ્મા તોનાં નિવારણ અર્થે તેમજ સલામતી માટે નાગરીકોને ભુગર્ભ ગટરનાં મેનહોલનાં તુટેલ ઢાંકણા ધ્યામનમાં આવ્યેરથી તાત્કાીલીક રાજકોટ મહાનગરપાલિકાનાં ટોલ ફ્રી નં.-155304, વેબ-સાઇટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ, વોટસઅપ નં.-9512301973 પર જાણ કરવી અથવા જે-તે વિસ્તાારની વોર્ડ ઓફિસે કે લગત ઝોન ઓફિસે જાણ કરવી. વિશેષમાં નાગરીકોએ કોઇપણ પ્રકારનાં પાણીનાં નિકાલ માટે ભુગર્ભ ગટરનાં ઢાંકણા ખોલવા કે તોડવા નહિ. જેથી મુખ્ય રસ્તા કે શેરીઓમાં વાહન વ્યંવહારમાં અડચણ ન થાય અને આ કારણોસર થતાં અકસ્માનતોને નિવારી શકાય. આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.