ગુજરાત
સૌરાષ્ટ્ર મેલ ફરી સાંજે 6:30એ દોડે તો મુસાફરોની હેરાનગતિ બંધ થશે
રેલવે સ્ટેશનની નવી થીમ માટે દરેકના વિચારો જાણો, દૂરન્તોને બોરીવલી સ્ટોપ આપો: ઓખાથી મથુરા-અયોધ્યાની સીધી ટ્રેન શરૂ કરો : પ્લેટફોર્મ પર સુવિધા વધારવા સૂચનો
રાજકોટ સૌરાષ્ટ્રનું આર્થિક હબ બની ગયું છે. અને હજારો-લાખો લોકો રાજકોટ રોજી-રોટી રળવા રેલવે મારફત આપી રહ્યા છે અને જાય છે. વેપારીઓ પણ મોટા ભાગે રેલવેનો ઉપયોગ કરે છે. સૌરાષ્ટ્ર મેલના સમયમાં ફેરફાર થતાં મુંબઈ જતાં વેપારીઓને ભારે હાલાકી પડી રહે છે. તેને જૂના સમયે ચલાવવા ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે. રાજકોટ ડિવિઝનમાં નવી રચાયેલી ડિવિઝનલ રેલવે ક્ધસ્યુમર ક્ધસલ્ટેટિવ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ સમસ્યા, પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર મેલ અગાઉ સાંજે 6:30 વાગે ઉપડતો અને સવારે 7 વાગ્યે મુંબઈ પહોંચતો હતો જેથી વેપારીઓને હોટેલ બુક કરવી પડતી નહી અને પોતાના કામ ટાઈમસર પુરા થતાં હતા પરંતુ સૌરાષ્ટ્ર મેલના સમૉયમાં ફેરફાર બપોરે 3:30 વાગે ઉપડવાનો કરતા તે મુંબઈ ખાતે વહેલી સવારે 4 વાગ્યે પહોંચતો હોય રાતની હોટલ ગોતવામાં વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. જેથીસૌરાષ્ટ્ર મેલને જૂના ટાઈમટેબલ મુજબ ચલાવવા ફરી માંગ કરાઈ હતી. ઉપરાંત દુરન્તો એક્સપ્રેસને બોરીવલી સ્ટેશન ખાતે હોલ્ટ આપવા પણ ચર્ચા કરાઈ હતી.
રાજકોટ રેલવે સ્ટેશને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે. આગામી દિવસોમાં તેની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યારે રેલવે વિભાગેલોકોના પણ અભિપ્રાય મેળવવા જોઈએ અને તેને ઓપન રાખવું જોઈએ જેથી રેલવે સ્ટેશનનેસારો લૂક આપી શકીએ અને મુસાફરોને સારીસુવિદા મળી રહે. રેલવે સ્ટેશન પર હાલ મુસાફરોને ઘણી હાલાકી પડી રહી છે. પ્લેટફોર્મ 2 અને 3 પરથી સીધી સુવિધા આપવામાં આવે તો મુસાફરોની સમસ્યા હલ થઈ શકે છે.
રાજકોટમાં યુપી-બિહારના હજારો શ્રમિકો વસવાટ કરી રહ્યા છે. અને મથુરા તેમજ અયોધ્યા જેવા ધાર્મિક સ્થળોને પણ સીધા સૌરાષ્ટ્ર સાથે જોડવા જોઈએ સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી જન્માષ્ટમી અને રામનવમીના તહેવાર પર લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે જતા હોય છે. રેલવે દ્વઊારા જો ઓખાથી મથુરા અને અયોધ્યા સુધી નવી ટ્રેન શરૂ કરવામાં આવે તો તહેવાર પર થતો ટ્રાફિક પણ હળવો થશે. અને મુસાફરોને વધુ એક સુવિધા મળશે.
આ દરમિયાન કમિટીના સભ્યો દ્વારા પોતપોતાના વિસ્તારની રેલવે સમસ્યાઓ, ટ્રેનોના સ્ટોપેજ, વિસ્તરણ, નવા પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરવા અને ડિવિઝનના સ્ટેશનો પર વધુ સારી પેસેન્જર સુવિધા આપવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા.