Site icon Gujarat Mirror

વોર્ડ નં.6ની પારાવાર સમસ્યાનો ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન

માધવ વાટીકાના વોર્ડ નં.6ના રહેવાસીઓની વિવિધ સમસ્યાઓ અંગે અવારનવાર રજૂઆતો છતાય યોગ્ય ન થતા આ વિસ્તારના રહેવાસીઓએ આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઇ જોષીની આગેવાનીમાં મ્યુ.કમિશનરને રજૂઆત કરી સત્વરે યોગ્ય ન થાય તો આંદોલનની ચીમકી આપી હતી.

રજૂઆતમાં જણાવાયું છે કે, આ વોર્ડ નંબર – 6 ના લોકો વર્ષોથી વેરો ભરે છે પરંતુ સુવિધાના નામે શૂન્ય છે. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય, બિસ્માર હાલતમાં રોડ રસ્તા, બાળકો માટે આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ નથી, વર્ષોથી કોર્પોરેશનના વિસ્તારમાં આવેલો હોય તો જો તમે સુવિધા આપી શકતા ન હોય તો કોર્પોરેશનને વેરો લેવાનો કોઈ અધિકાર નથી. લોકો માંડ માંડ કરી ઘરનું પુર કરતા હોય અને સમય સર ભરી ન શકો તો તમે 18 % જેવું તોતિંગ વ્યાજનું ઉપરા કરો છો. સુવિધા તો આપી શકતા નથી તદ ઉપરાંત 186 વ્યાજ આ કથાનો ન્યાય છે. માનવી ત્યાં સુવિધા એ અમારો હકક છે અમે વેરા ભરી છીએ તો અમોને સુવિધાઓ પણ મળવી જોઈએ. અમારા નાના બાળકોને આંગણવાડીના અભાવે દુર દુર સુધી મુકવા જવા પડે છે.

આ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા રોડનું ખાત મુહુર્ત કરવામાં આવેલ છે પરંતુ ખાતમુહુર્ત બાદ રોડ બનાવવામાં આવેલ નથી. આના કારણે લોકોને પણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ સ્ટ્રીટ લાઈટનો આભાવ આ વિસ્તારમાં છે.અવાર નવાર લેખીત રજુઆતો કરી છે છતાં પણ આ સમસ્યાઓનું કોઈ નિવારણ તેઓ દ્વારા કે આપના દ્વારા કરવામાં આવતી નથી માટે આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓનો વિચાર કરી તાત્કાલીક ધોરણે નિકાલ કરો તથા આપના તાબા હેઠળની કચેરીને આ વિસ્તારના લોકોની સુખાકારી પ્રશ્નોનું સમાધાન માટે સર્વે કરી તાત્કાલીક સમસ્યાઓનું નિરાકરણ લાવે તેવી સુચના આપો એવી અમારી માંગણી છે.

જો આ વિસ્તારના લોકોની સમસ્યાઓનું પહેલી તકે કરવામાં નહી આવે અને આ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમ માં મુકાશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપ સાહેબની રહેશે. તેમ છતાં જો આ કામગીરી કરવામાં વિલંબ થશે તો ગાંધી ચિંધ્યા રાહે આ વિસ્તારના લોકોના હિત માટે આંદોલન કરવાની ફરજ પડશે જે આપ સાહેબને વિદિત થાય.

Exit mobile version