દંડની રકમ 30 દિવસમાં નહીં ભરાય તો વાહન બ્લોક

એક વર્ષમાં પાંચ કે તેથી વધુ ઈ-ચલણ ધરાવતા વાહન ચાલકનું ડ્રાઈવિંગ લાઈસન્સ થશે સસ્પેન્ડ મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા, અનેક કડક જોગવાઈઓ ભારત સરકારના રોડ…

એક વર્ષમાં પાંચ કે તેથી વધુ ઈ-ચલણ ધરાવતા વાહન ચાલકનું ડ્રાઈવિંગ લાઈસન્સ થશે સસ્પેન્ડ

મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા, અનેક કડક જોગવાઈઓ

ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા સુધારાઓ મુજબ ઈ-ચલણ અંગે વાહનચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ લાઇસન્સ સસ્પેન્શન અંગેની જોગવાઈઓ વધુ કડક બનાવવામાં આવી છે.

નવા નિયમો મુજબ જો કોઈ પણ વાહનચાલક કે માલિકને ઈશ્યુ થયેલા ઈ-ચલણ સામે કોઈ વાંધો, ભૂલ કે રજૂઆત હોય, તો ચલણ ઈશ્યુ થયાની તારીખથી 45 દિવસની સમયમર્યાદામાં ’ઈ-ચલણ પોર્ટલ’ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાશે. ચલણ ઈશ્યુ થયાના 45 દિવસ બાદ જો કોઈ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે, તો એવું માની લેવામાં આવશે કે વાહન માલિક અથવા ડ્રાઇવર દ્વારા ચલણનો સ્વીકાર કરી લેવાયો છે. ચલણ સ્વીકૃતિના આ દિવસથી આગામી 30 દિવસની અંદર ચલણની રકમની ભરપાઈ કરવાની રહેશે.

જો નિયત સમયમર્યાદામાં ચલણની રકમ ભરવામાં નહીં આવે, તો જ્યાં સુધી રકમ પૂરેપૂરી ભરપાઈ ન થાય ત્યાં સુધી ’વાહન પોર્ટલ’ પર સંબંધિત વાહનને ‘ગજ્ઞિં જ્ઞિં બય િફિંક્ષતફભયિંમ‘ એટલે કે, બ્લોકની શ્રેણીમાં મૂકી દેવાશે. આ સ્થિતિમાં, મોટર વાહનના સરકારી ટેક્સ સિવાયની તમામ સેવાઓ જેવી કે ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયા, આર.સી. બુક અથવા વાહન સંબંધિત અન્ય કોઈ પણ અરજીઓ પર કોઈ પણ પ્રકારની વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં.

જો ફરિયાદ નિવારણ સત્તાધિકારી દ્વારા વાહનચાલકની રજૂઆતને નકારી દેવામાં આવે, તો ચાલકે ત્યારબાદ 30 દિવસમાં ચલણની પૂરી રકમ ભરવી પડશે અથવા ચલણની રકમના 50% રકમ ઈ-ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે જમા કરાવી કોર્ટ સમક્ષ અપીલ કરવાની રહેશે. જો આ બંનેમાંથી કોઈ પ્રક્રિયા કરવામાં ન આવે, તો ચલણ સ્વીકૃત માની લેવાશે અને 15 દિવસમાં રકમ ચૂકવવી પડશે.

આવું ન કરનાર વાહનને વાહન પોર્ટલ પર ‘ગજ્ઞિં જ્ઞિં બય િફિંક્ષતફભયિંમ‘ તરીકે બ્લોક કરવામાં આવશે. નવા સુધારાની સૌથી કડક જોગવાઈ અનુસાર, જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઇવરને એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ઈશ્યુ કરવામાં આવશે, તો તે વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ નવા નિયમો અન્વયે ગુજરાતના તમામ વાહન ચાલકોને કાયદાકીય ગૂંચવણોથી બચવા, વાહન બ્લોક થતું અટકાવવા અને લાઇસન્સ સસ્પેન્શન જેવી કડક કાર્યવાહીથી બચવા માટે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને બાકી ઈ-ચલણ સમયસર નિયત પોર્ટલ પર ભરી દેવા રાજ્ય સરકાર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.