Sports

ICCએ નવેમ્બરના Men’s Player of the Month વિજેતાના નામની કરી જાહેરાત, આ કાંગારૂ બેટ્સમેનને મળ્યો તાજ

Published

on

ICCએ તાજેતરમાં 7 ડિસેમ્બરે ગત મહિને નવેમ્બર માટે પ્લેયર ઓફ ધ મન્થની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ત્રણ ખેલાડીઓના નામ સામેલ છે.

ત્રણ ખેલાડીઓના નામ હતા સામેલ

ભારત અને તેના ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ ટીમ, સૌથી વધુ રન અને સૌથી વધુ વિકેટનો ખિતાબ મળ્યો. આવી સ્થિતિમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ માટે ત્રણ ખેલાડીઓના નામની પસંદગી કરવામાં આવી હતી જેમાં મોહમ્મદ શમ્મી, ગ્લેન મેક્સવેલ અને ટ્રેવિસ હેડનું નામ સામેલ હતું.

ટ્રેવિસ હેડ બન્યા વિજેતા

હવે આજે ICCએ તેના વિજેતાના નામની જાહેરાત કરી છે, જેના માટે ફાઇનલમાં ભારત સામે સદી ફટકારનાર ટ્રેવિસ હેડની પસંદગી કરવામાં આવી છે. ભારત સામેની ફાઇનલમાં ટ્રેવિસ હેડે 114ના સ્ટ્રાઇક રેટથી 120 બોલમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 137 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

લાબુશેન સાથે મેચ વિનિંગ પાર્ટનરશિપ

હેડે લાબુશેન સાથે મળીને ચોથી વિકેટ માટે 215 બોલમાં 192 રનની મેચ વિનિંગ ભાગીદારી કરી હતી. જેના કારણે ભારતને વર્લ્ડ 2023ની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. નવેમ્બરમાં, ટ્રાવસ હેડે કુલ 220 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને માત્ર એક અડધી સદી સામેલ હતી. આ સિવાય શમ્મીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version