મારા પિતા અને તમે આ બે લોકોની આંખોમાં આંખો નાખી વાત કરી શકતો નથી

કેબીસીમાં રણબીર કપુરની વાત સાંભળી બિગ બી થયા ઇમોશનલ સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની અપકમિંગ દિવાળી સ્પેશિયલ એપિસોડમાં બોલિવુડ સ્ટાર રણબીર કપૂર…

કેબીસીમાં રણબીર કપુરની વાત સાંભળી બિગ બી થયા ઇમોશનલ

સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની અપકમિંગ દિવાળી સ્પેશિયલ એપિસોડમાં બોલિવુડ સ્ટાર રણબીર કપૂર આવ્યો હતો. શો દરમિયાન રણબીર કપૂરે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી ખાસ વાતો શેર કરી હતી. અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસતા રણબીર કપૂરે પોતાના દિલની વાત કરી હતી. જેને સાંભળી ચાહકો અને ખુદ બિગ બો ઈમોશનલ થયા હતા.

અમિતાભ બચ્ચનના પ્રતિ પોતાનો પ્રેમ અને સમ્માનને વ્યક્ત કરતા રણબીર કપૂરે ભાવુક થતા કહ્યું સર સૌથી પહેલા તો મારે એ કહેવું છે કે, મારી લાઈફમાં 2 લોકો આવા જ આવે. જેની આંખોમાં આંખો નાંખી વાત કરી શકતો નથી. એક મારા પિતા અને બીજા તમે છો. રણબીર કપૂરની આ વાત પર અમિતાભ બચ્ચનના ચહેરા પર એક સ્માઈલ જોવા મળી હતી. આખો સ્ટુડિયો તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યો હતો.

પોતાના બાળપણના દિવસને યાદ કરતા રણબીર કપૂરે અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ અજુબાના સેટનો એક કિસ્સો સંભળાવ્યો હતો. રણબીર કપૂરે સ્માઈલ કરતા કહ્યું બાળપણથી હું તમારી સામે મોટો થયો છું. મને યાદ છે કે, બાળપણમાં જ્યારે અજુબાની શૂટિંગ દરમિયાન સેટ પર આવ્યો હતો. તે ફોટો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. તે સમયે મે જોયું હતું કે, લાંબો વ્યક્તિ. જેને આજની ઝેન જી ઓરા ફાર્મિંગ કહે છે. તે તમારા થી શરુ થઈ હતી. તમે જ્યારે રુમમાં આવતા હતા. એવું લાગતું હતુ કે, કોઈ ઓરા ભરીને આવ્યા છો.