આંતરરાષ્ટ્રીય

કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, જુઓ VIDEO

Published

on

કેનેડામાં એક સપ્તાહની અંદર ભારતીય મૂળના બીજા વિદ્યાર્થીની હત્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. 20 વર્ષીય હર્ષનદીપ સિંહની શુક્રવારે (06 ડિસેમ્બર, 2024) કેનેડાના એડમોન્ટનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં ભણવાની સાથે હર્ષનદીપ સિંહ સિક્યોરિટી ગાર્ડ તરીકે પણ કામ કરતો હતો. કેનેડા પોલીસે એક ભારતીયની હત્યાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે.

આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે પહેલા હર્ષનદીપ સિંહને સીડી પરથી નીચે ધકેલવામાં આવ્યો અને પછી તેને પાછળથી ગોળી મારી દેવામાં આવી.

એડમન્ટન પોલીસના જણાવ્યા અનુસાર હત્યાની આ ઘટના 6 ડિસેમ્બરે બની હતી. પોલીસને એક એપાર્ટમેન્ટની અંદર ગોળી ચલાવવામાં આવી હોવાનો અહેવાલ મળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમને હર્ષદીપ સીડી પર બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. આ પછી પોલીસ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

હાલમાં પોલીસે આ કેસમાં ઈવાન રેઈન અને જુડિથ સોલ્ટો નામના બે લોકોની ધરપકડ કરી છે. બંનેની ઉંમર 30 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. બંને પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ છે. કેનેડામાં, પ્રથમ-ડિગ્રી હત્યાને ‘વ્યક્તિની આયોજિત અને ઇરાદાપૂર્વકની હત્યા’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પોલીસે હથિયાર પણ કબજે કર્યા છે.

ઓન્ટારિયોના સારનિયા શહેરમાં 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ગુરસીસ સિંહની મોતના થોડા દિવસો બાદ જ આ ઘટના બની હતી. ગુરાસીસ સિંહ કેનેડાની એક કોલેજમાં બિઝનેસનો અભ્યાસ કરતો હતો. પોલીસે આ કેસમાં આરોપી ક્રોસલી હન્ટરની ધરપકડ કરી હતી. હન્ટર અને ગુરાસીસ એક જ રૂમમાં રહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version