Site icon Gujarat Mirror

અયોધ્યાપાર્કમાં પત્નીએ મોબાઇલમાં મશગૂલ બાળકોને ઠપકો આપતા પતિએ બિમારીની દવા પીધી

શહેરમાં ભગવતી પરા મેઇન રોડ આવેલા અયોધ્યાપાર્કમાં પત્નીએ મોબાઇલમાં મશ્ગૂલ બાળકોને ઠપકો આપ્યો હતો. જેથી પતિને માઠૂ લાગી આવતા બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા મેઇન રોડ પર અયોધ્યા પાર્કમાં રહેતા અજય રાજારામ દૂબે નામના 37 વર્ષના યુવાને રાત્રીના સમયે બિમારીની વધુ પડતી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં અજય દૂબેને માનસિક બિમારીની દવા ચાલુ છે. અજય દૂબેની પત્ની સંગીતાબેન મોબાઇલમાં મશ્ગૂલ બાળકોને ઠપકો આપ્યો હતો. જેથી અજય દૂબેન માઠૂ લાગતા બિમારીની વધુ પડતી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત અન્ય બનાવમા: જુદા-જુદા ચાર સ્થળે ચાર યુવાને જવલનશીલ પ્રવાહી પી લીધુ હોવાનુ ઘટના સામે આવી છે. જેમાં ભગવતીપરાના કલ્પેશ ધીરુભાઇ ઉધરેજીયા (ઉ.વ.24) અને રૈયા ચોકડી પાસે આવેલા સોનલ ગાર્ડન નર્સિરીમાં મનોજ શ્યામ સુંદર આયર (ઉ.વ.25)એ ઝેરી દવા જયારે કાલાવડ રોડ પર વૃદાંવન સોસાયટીમાં રહેતા હિતેશ વસીમભાઇ રાઠોડ (ઉ.વ.23)એ આજીડેમ ચોકડી પાસે મોબાઇલની દુકાનમાં અને કેકેવી હોલ પાસે કેશોદના ભૂતપ રાઠોડ (ઉ.વ.24)એ ફિનાઇલ ગટગટાવી લીધુ હતુ ઉપરોકત બનાવ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version