પત્ની અવાર-નવાર રિસામણે જઈ ત્રાસ આપતા પતિએ ફિનાઈલ ગટગટાવ્યું

શહેરના કોઠ્રીયા રોડ પર ઘનશ્યામનગરમાં પત્ની અવારનવાર રિસામણે જઈ ત્રાસ આપતા હોવાથી કંટાળી પતિએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…

શહેરના કોઠ્રીયા રોડ પર ઘનશ્યામનગરમાં પત્ની અવારનવાર રિસામણે જઈ ત્રાસ આપતા હોવાથી કંટાળી પતિએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ ઘનશ્યામનગર શાક માર્કેટ પાસે રહેતો ગોપાલ કમલેશભાઈ ચૌહાણ (ઉ.28) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે હતો.

ત્યારે ફીનાઈલ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ગોપાલ કારખાનામાં કામ કરે છે. તેની પત્ની અવારનવાર રિસામણે ચાલી જતી હોય અને ત્રાસ આપતાં હોય અને પગાર આવે ત્યારે ઘરે આવી જઈ બાદમાં ફરી રિસામણે ચાલી જતી હોય જેથી કંટાળી તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરી છે.