Site icon Gujarat Mirror

મોબાઈલમાં વાત કરતી પરિણીતાને પતિએ ઠપકો આપતા એસીડ પીધું

શાપર-વેરાવળમાં રહેતા પરિણીતા મોબાઇલમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોય જેથી તેમને તેમના પતિએ સમજાવી અને મોબાઇલમાં વાત નહીં કરવા ઠપકો આપતા તેણીએ એસિડ પી લઈ આપઘાત નો પ્રયાસ કર્યો હતો.ત્યારબાદ તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

વધુ વિગતો મુજબ,શાપર-વેરાવળમાં ઈશ્વર કાટા નજીક ઉમા થર્મલ પ્લાસ્ટ નામના કારખાનામાં આવેલી ઓરડીમાં રહેતા શિવાનીબેન અરવિંદભાઈ કૌશલ નામના 22 વર્ષના પરણીતા એ ગઈ કાલે રાત્રે પોતાના ઘરે એસિડ પી લેતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. શિવાની બેનના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને તેમના પતિ અહીં કંપનીમાં મજૂરી કામ કરે છે. શિવાનીબેન પોતાના મોબાઈલમાં અન્ય વ્યક્તિ સાથે મેસેજમાં અને મોબાઇલમાં વાત કરતા હોય છે તેની જાણ પતિને થઈ જતા પતિએ તેમને ઠપકો આપ્યો હતો.જેથી શિવાનીબેને પોતાના ઘરનો દરવાજો બંધ કરી એસિડ પી લીધું હતું.

Exit mobile version