Site icon Gujarat Mirror

યુવતી સાથે વીડિયો કોલમાં વાત કરતો હોવાની પત્નીને જાણ થતાં પતિએ એસિડ પી લીધું

oplus_262144

શ્રીહરિ ઈન્ડસ્ટ્રીઝની ઘટના; આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવારમાં ખસેડાયો

શહેરમાં શ્રી હરિ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતો શ્રમિક યુવાન અન્ય યુવતી સાથે વિડિયો કોલમાં વાત કરતો હતો જેની પત્નીને જાણ થતાં યુવાને એસીડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શ્રીહરિ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતાં સાનુ સકીલભાઈ ખાન નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના આઠ વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે એસિડ પી લીધું હતું.

યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હાતે. પ્રાથમિક પુછપરછમાં સાનુ ખાન અન્ય યુવતી સાથે વિડિયો કોલમાં વાત કરતો હતો. જેની પત્નીને જાણ થતાં સાનુ ખાને એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version