કોઠારિયા સોલવન્ટમાં પરિણીતાએ ગુસ્સામાં ઝેરી દવા પી લીધી
શહેરમા કાલાવડ રોડ પર આવેલી પુષ્કારધામ સોસાયટીમાં રહેતા યુવકને પત્ની સાથે ઝઘડો થતા પોતની જાતે ચાકુ વડે હાથની નસ કાપી હતી. યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પુષ્કરધામ સોસાયટીમાં રહેતા અને કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શુુભમ જાનવેરભાઇ જોજલ નામના 30 વર્ષના યુવકને રાત્રીના સમયે પોતાની પત્ની પ્રીતીબેન સાથે ઝઘડો થતા શુભમ જોજલે ગુસ્સામાં પોતાની જાતે હાથમાં ચાકુના કાપા માર્યા હતા. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટમાં કારખાનામાં કામ કરતી પ્રીતીબેન વિકાસભાઇ શાંતિ નામની 18 વર્ષતી પરિણીતાએ ગુસ્સામાં ઝેરી દવાપી લીધી હતી. શ્રમિક પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

