Site icon Gujarat Mirror

મોરબીમાં પત્ની રિસામણે ચાલી જતા પતિનો એસિડ પી આપઘાતનો પ્રયાસ

મોરબીમાં સામા કાંઠે આવેલા ભીમનગરમાં રહેતા યુવાને પત્ની રિસામણે ચાલી જતા એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં સામા કાંઠે આવેલા ભીમનગરમાં રહેતા જયદીપ મુકેશભાઈ ઝાલા નામનો 26 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું.

યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જયદીપ ઝાલા એક ભાઈ એક બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે પત્ની જોસનાબેન ઝઘડો કરીને માવતરે રિસામણે ચાલી જતા જયદીપ ઝાલાએ એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં શાપર વેરાવળમાં બેરિંગ કંપનીમાં કામ કરતી રેનુદેવી બીપીનભાઈ રાજવંશી નામની 25 વર્ષની પરણીતા સાંજે સાતેક વાગ્યાના અરસામાં કંપનીમાં પોતાના રૂૂમમાં હતી ત્યારે અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી પરિણીતાને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version