જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરામાં વધુ ત્રણ દર્દીઓના મૃત્યુથી ભારે ફફડાટ

જામનગર જિલ્લામાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા ધીમાં પગલે સતત વધી રહી છે. ખાતે ગત શનિવારે વધુ બે દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ…

જામનગર જિલ્લામાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા ધીમાં પગલે સતત વધી રહી છે. ખાતે ગત શનિવારે વધુ બે દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તો ગઈકાલે અને આજે મળી કુલ ત્રણ બાળ દર્દીઓના સારવારમાં મૃત્યુ નીપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.આથી દાખલ દર્દીની કુલ સંખ્યા પાંચમાંથી બેની થવા પામી છે.

ધ્રોલ પંથક ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક બાળકનું રાજકોટની સરકારી હોસ્પિટલ માં સારવાર દરમિયાન ચારેક દિવસ પહેલા મૃત્યુ નીપજ્યું હતું. જોકે, બાળકના ચાંદીપુરા વાયરસના સેમ્પલનો રિપોર્ટ હજુ બાકી હતો પરંતુ હવે તેનો રિપોર્ટ પોઝિટિવ મળતા આરોગ્ય તંત્રની દોડધામ વધી જવા પામી છે. બીજી તરફ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ચાંદીપુરાના શંકાસ્પદ તમામ કેસોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં હાલમાં ત્રણ બાળદર્દી ઓ સારવાર હેઠળ હતા. દરમિયાન વધુ બે બાળકોને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાં એક પસાયા તથા એક ધ્રોલ પંથકના દર્દીનો સમાવેશ થાય છે. આમ હોસ્પિટલમાં દાખલ દર્દ દર્દીઓની સંખ્યા પાંચની થવા પામી હતી.

પરંતુ આજે સવારે અને ગઈકાલે મળીને કુલ ત્રણ બાળકોના સારવારમાં મૃત્યુ નીપજ્યા છે. પરિણામે હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં કાલાવડ પંથક ના બે અને ધ્રોલ પંથકના એક દર્દીનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે સંબંધિત વિસ્તારોમાં સતત સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને જરૂૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ અંગે લોકોમાં ગભરાટ નહીં પરંતુ સાવચેતી રાખવા અને બાળકોમાં તાવ, ઝાડા, ઊલટી, બેભાન થવા જેવા ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં પાંચ શંકાસ્પદ બાળ દર્દીઓના મૃત્યુ થયા બાદ જામનગર જિલ્લાના છઠ્ઠા બાળ દર્દીનું સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ નીપજ્યું હતું. જે બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. તેનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ ત્રણ બાળકોના મૃત્યુ થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આમ જામનગર જિલ્લાના કુલ નવ બાળ દર્દીઓના અત્યાર સુધીમાં મૃત્યુ નીપજયા છે તેમાંથી માત્ર એક નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે એક દર્દીનો રિપોર્ટ હજી મળવાનો બાકી છે.