Site icon Gujarat Mirror

ખાડી યુદ્ધ સિઝફાયરની અસમંજસ વચ્ચે શેરબજારમાં ભારે ઉથલપાથલ

ગઈકાલે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળ્યા બાદ આજે પણ માર્કેટમાં ચમક જોવા મળી હતી શરૂૂઆતના તબક્કામાં માર્કેટ 500 પોઈન્ટ ઉપર જોવા મળ્યું હતું. પરંતુ માત્ર 10 જ મિનિટમાં માર્કેટમાં ફરી કડાકો બોલી ગયો હતો અને એક સમયે માર્કેટ 500 પોઈન્ટ ઉપર હતું તે 500 પોઈન્ટ નીચે પણ આવી ગયું હતું. સેન્સેક્સની સાથે અને બેંક નિફ્ટી માં પણ અફડાતફડી જોવા મળી હતી..

આજે ફાઇનાન્સ તેમજ મેટલ અને આઇટી કંપનીના શહેરોમાં સારી ખરીદી જોવા મળતા સેન્સેક્સ 78,500 ને પાર થયો હતો જ્યારે નિફ્ટી પણ 24,325 અને આંબી ગઈ હતી. પરંતુ બપોરે અચાનક શેર બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળતા સેન્સેક્સ માં 1000 પોઈન્ટની વધઘટ જોવા મળી હતી. એક સમયે સેન્સેક્સ 78 730 સુધી ઉપર ગયા બાદ 77 670 સુધી નીચે પણ આવી ગયા હતા. હાલ સેન્સેક્સ 78050 ઉપર જોવા મળે છે.

બીજી બાજુ સોના ચાંદીમાં પણ આજે તેજી યથાવત રહી હતી સોનામાં ₹1,000 નો વધારો નોંધાયો હતો વાયદા બજારમાં સોનાનો ભાવ ₹1,54,250 જોવા મળ્યો હતો જ્યારે રાજકોટની હાજર બજારમાં સોનાનો ભાવ ₹1,58,490 જોવા મળ્યો હતો. બીજી બાજુ ચાંદીમાં પણ ફરી એક વખત ચમક જોવા મળી રહી છે સંભાવનાઓ વચ્ચે ચાંદીમાં ફરી એક વખત તેજી જોવા મળી રહે છે છેલ્લા બે દિવસ દરમિયાન લગભગ 15000 નો વધારો થયા બાદ આજે પણ ચાંદીમાં 3500 નો વધારો થતા વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2,54,3 12 થયો હતો જ્યારે રાજકોટની હાજર બજારમાં ચાંદીનો ભાવ ₹2,62350 જોવા મળ્યો હતો. બપોર બાદ શાંતિ અને સોનામાં કરેક્શન આવ્યું હતું અને હાલ ચાંદી 1700 રૂૂપિયા અને સોનું 600 રૂૂપિયા ઉપર જોવા મળી રહ્યો છે જો પાકિસ્તાનમાં યોજાનારી વાટાઘાટો સફળ થશે તો શેર બજાર ફરી એક વખત બંબાટ દોડ લગાવશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.

 

Exit mobile version