Site icon Gujarat Mirror

રૂડાની 6 આવાસ યોજનામાં ચેકિંગ હપ્તા ન ભરનાર 9નાં આવાસ રદ

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નીચે મુજબની સાઇટ ખાતે ફાળવેલ આવાસો પૈકી નીચેની યાદી મુજબના આવાસધારકો દ્રારા રૂૂડાનાં હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી ભરવામાં આવેલ નથી. આ બાબતે લાભાર્થીશ્રીઓને અત્રેની કચેરીએથી વારંવાર જાણ કરવામાં આવેલ છે પરંતુ, આજદિન સુધી આવાસધારકો દ્રારા રૂૂડામાં રકમ જમા કરાવેલ નથી. તેથી આ બાબતે રૂૂડાની બોર્ડ બેઠક્માં ઠરાવ્યા મુજબઆ પ્રકારના આવાસધારકોનાં આવાસ રદ કરવામાં આવે છે.

રૂડા દ્વારા આવાસ રદ કરવાની કામગીરી દરમિયાન આદિત્ય-79 હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.17, એફ.પી.79), B-202 C-604,, શિવશકિત હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.09, એફ.પી.20/એ ) C-204 D-903,, આદર્શ હાઉસિંગ કો.ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.10, એફ.પી.32/એ) B-1201 D-303,, વૃંદાવન હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.17, એફ.પી.95) F-403, , ગોકુલમ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ(ટી.પી.09, એફ.પી.9/એ) D-404,એકલવ્ય હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ(ટી.પી.09, એફ.પી.9/એ) K-706 આ બાબતે કોઇપણ પ્રકારનાં વાંધાવચકા કે રજુઆતો હોય તો આજ તારીખથી દિન-7 માં રૂૂડા કચેરીનાં કામકાજનાં દિવસો દરમ્યાન આવાસ શાખાનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

Exit mobile version