ગુજરાત
રૂડાની આવાસ યોજનામાં દસ્તાવેજ ન કરનાર 11 લાભાર્થીના આવાસ રદ
મુંજકામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂડા દ્વારા કાર્યવાહી
રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ દ્વારા અલગ અલગ આવાસ યોજનામાં ફાળવવામાં આવેલ આવાસનો દસ્તાવેજ તેમજ અન્ય તમામ કામગીરી અરજદારે સમયસર કરવાની હોય છે. પરંતુ અમુક અરજદારો આવાસ લેવા ઇચ્છુક ન હોય ત્યારે તેઓ આ બાબતની જાણ રૂડાને કરતા નથી. જેના લીધે આ પ્રકારના આવાસો અન્ય અરજદારોને ફાળવવા માટે મુળ અરજદારના આવાસ રદ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુંજકામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 11 અરજદારોના આવાસ રદ કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ દ્વારા આજરોજ મુંજકા ખાતે તૈયાર થયેલ પ્રધાનમંત્રી આવાસ યોજનના દસ્તાવેજ બાકી હોય તેવા અરજદારોનું લીસ્ટ તૈયાર કરવામાં આવેલ અને 11 અરજદારોના આવાસ રદ કરી તેમને નોટીસ દ્વારા જાણ કરવામાં આવી હતી. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ઊઠજ-ઈં પ્રકારના ટી.પી.17 એફ.પી.73, પરિશ્રમ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સંસ્કુતિ પાર્ટી પ્લોટની બાજુમાં, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટમાં નીચે પ્રમાણેની યાદી મુજબ આવાસો આવાસ ધારકોને ફાળવેલ છે. જેમના દ્રારા રૂૂડાનાં આવાસનો દસ્તાવેજ/ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોય.
આ બાબતે લાભાર્થીઓને રૂૂડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી આવાસધારકો દ્રારા દસ્તાવેજ/ભાડાકરાર કરાવેલ નથી. આ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસધારકોનાં એ706, સી106-702, એફ 604, જી 203-607-703, આઇ 403, જે 406, એમ 702 અને એન 708 સહિતના આવાસો રદ કરવામાં આવ્યા હતા.