Site icon Gujarat Mirror

મોરબીમાં ઘોડા ડોક્ટરોનો રાફડો ફાટ્યો: તંત્ર એલર્ટ

મોરબી શહેરમાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટયો હોય તેવું લાગી રહ્યું છે દર્દીઓને કોઈ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબને મોરબી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે આ બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મૂળ જામનગર જિલ્લાના વતની અને હાલ મોરબીના સામાકાંઠે જનકલ્યાણેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતા આરોપી પ્રણવકુમાર અશોકભાઈ ફડદુ (ઉ.વ.24) એ પોતાના કબ્જા ભોગવટા વાળા શ્રીજી કિલનીકમાં કોઇપણ પ્રકારની ડીગ્રી કે સરકાર માન્ય લાયસન્સ વગર બીમાર દર્દીઓની એલોપેથી દવાથી સારવાર કરતા તથા માણસોના આરોગ્ય સાથે ચેડા કરતા જણાય આવી તેમજ એલોપેથીક દવાનો જથ્થો રાખી કુલ કી.રૂૂ. 8941/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મેડીકલ પ્રેકટીશનર એકટ 30, 33 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સિટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી પંચાસર ચોકડી નજીક મહાવીરનગરમા આરોપી દર્દીઓને કોઇજાતની ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરી એલોપેથી દવા આપી માનવ જીંદગી સાથે ચેડા કરતો હોય તેવી બાતમી મળતા મોરબી વાવડીરોડ ઉપર આવેલ શહેરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફીસરને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી પોતાના ઘરે ફળીયામા આવેલ અલગ રૂૂમમા દવાખાનુ કોઇપણ જાતની ડીગ્રી વગર ચલાવી અલગ અલગ એલોપેથી દવાઓ બાટલો, ઇન્જેકશનો રાખી કુલ મુદામાલ કી.રૂૂ.18762/- સાથે મળી આવતા આરોપી અશ્વીનભાઈ વેલજીભાઈ નકુમ ઉ.વ.35 રહે.મોરબી પંચાસર રોડ દોશી હાઇસ્કુલ ની બાજુમા મહાવીરનગરવાળા વિરુધ્ધ બી.એન.એસ કલમ 125 તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ 30,33 મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છ

Exit mobile version