Site icon Gujarat Mirror

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત! બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 લોકોના મોત, 30 મુસાફરો ઘાયલ

 

આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા અને આશરે 30 મુસાફરો ઘાયલ થયા. આ દુર્ઘટના ચેનલ નંબર 100 ઇન્ટરચેન્જ કલ્વર્ટ પાસે પિનન વિસ્તારમાં બની હતી. ઇન્દોરથી દિલ્હી જતી એક સ્લીપર બસ કેમિકલ ભરેલા ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બસનો આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અને મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

અહેવાલો અનુસાર બસની સ્પીડ ખુબ જ વધારે હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસ ડ્રાઇવર, એક મહિલા અને એક બાળક સહિત કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દરમિયાન, ઘણા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

અકસ્માતના સમાચાર મળતાં, સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ, રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા પિનાન સ્થિત આદર્શ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા પછી, ડોક્ટરોએ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે મોટી હોસ્પિટલોમાં રિફર કર્યા હતા. અકસ્માત બાદ એક્સપ્રેસવે પર થોડા સમય માટે ટ્રાફિક ખોરવાયો હતો. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version