ગુજરાત

ડમ્પર પાછળ બસ ઘૂસી જતા સમૂહલગ્નમાંથી પરત ફરતા 6નાં મોત

Published

on

રાજયમા છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે ભાવનગર – સોમનાથ હાઇવે પર આવેલા ત્રાપજ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા આહિર પરિવારની લકઝરી બસ ડમ્પર પાછળ ઘુસી જતા બસની અડધી બાજુ ચીરાઇ ગઇ હતી અને કુલ 6 વ્યકિતના મોત નિપજયા હતા.
જયારે અકસ્માતની ઘટનામા 22 જેટલા વ્યકિતઓ ઇજાગ્રસ્ત થયાનુ જાણવા મળી રહયુ છે. તેમજ અકસ્માતની ઘટનાથી પાંચથી વધુ 108 ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર તેમજ હોસ્પિટલે ઇજાગ્રસ્તોને ખસેડવામા આવ્યા હતા. તેમજ અકસ્માતની ઘટનામા પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોની ઓળખ મેળવી તેઓના પરિવારજનોને જાણ કરવામા આવતા શોક છવાઇ ગયો છે. આ બસ સુરતમા યોજાયેલા આહિર પરિવારના સમુહ લગ્નમા રાજુલા તરફ જઇ રહી હોવાનુ હાલ પોલીસ તપાસમા જાણવા મળી રહયુ છે.


બનાવની મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે ભાવનગર – સોમનાથ હાઇવે પર આવેલા ત્રાપજ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા સુરતમા ગઇકાલે સમુહ લગ્ન યોજાયા હતા. તેમા રાજુલાનો પરિવાર પણ આવ્યો હતો. આ પરિવાર સુરતથી રાજુલા તરફ લકઝરી બસમા જઇ રહયો હતો ત્યારે ત્રાપજ નજીક અકસ્માત નડયો હતો અને ત્રાપજ પાસે બંધ પડેલા ડમ્પર પાછળ ઘુસી જતા બસનો જમણી બાજુનો ભાગ ચીરાઇ ગયો હતો અને કુલ 6 વ્યકિતના મૃત્યુ થયા હતા. જયારે આ અકસ્માતમા ઘવાયેલાઓમા રીનાબેન કલ્પેશભાઇ, પ્રવિણાબેન ભરતભાઇ કવાડ, રમેશભાઇ ભીમાભાઇ હડીયા, ભરત કેશુભાઇ પરમાર, વલ્લભભાઇ સોંડાભાઇ મકવાણા, ભરતભાઇ કાળુભાઇ કવાડ, રમેશભાઇ ભીમાભાઇ હડીયા, હકુભાઇ ભીમાભાઇ, મહેશભાઇ હાદાભાઇ નકુમ, કાર્તિકભાઇ મહેશભાઇ નકુમ, માધુભાઇ નાથાભાઇ હડીયા, સુખાભાઇ વશરામભાઇ બારૈયા, સમજુબેન સુખાભાઇ બારૈયા, નીમુબેન, દયાબેન ઉમરાળીયા અને અશોકભાઇ ઉમરાળીયા તેમજ મગનભાઇ રામજીભાઇ બલદાણીયાને 108 મારફતે સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમા ખસેડાયા છે.


આ સમગ્ર ઘટનાની જાણ થતા ભાવનગર પોલીસ મથકના પીઆઇ એ.ડી. ખાંટ અને પોલીસ સ્ટાફ તેમજ 108 નો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો તેમજ ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારને જાણ કરવામા આવી હતી. અકસ્માતની ઘટનામા હાઇવે પર લગભગ એકાદ કલાકનો ટ્રાફીકજામ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફીક કલીયર કરાવ્યો હતો અને આ ગમખ્વાર અકસ્માતની ઘટનામા ગ્રામજનો અને આજુબાજુના વિસ્તારમા રહેતા આગેવાનો પણ લોકોની બચાવ કામગીરીમા કામે લાગ્યા હતા. આ ઘટનામા ભાવનગર પોલીસે ડમ્પરના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે. આ ઘટનામા પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ હતુ કે ચાલકે ડમ્પર રસ્તામા રાખ્યુ હોય જેથી આવતા જતા વાહનોને અડચણરૂપ હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. હવે ડમ્પરના ચાલક વિરૂધ્ધ શાપરાધ મન્યુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે.

મૃતકોમાં ગોવિંદ અને તમન્ના સગ્ગા ભાઇ-બહેન
આ અકસ્માતમા મૃત્યુ પામેલાઓમા ગોવીંદ ભરતભાઇ કવાડ (ઉ.વ. 4, રહે. માંડલ), તમન્ના ભરતભાઇ કવાડ (ઉ.વ. 7), ખુશીબેન કલ્પેશભાઇ બારૈયા (ઉ.વ.8 રહે. મોરંગી), જયશ્રીબેન મહેશભાઇ નકુમ (ઉ.વ. 38 રહે. વાઘનગર), ચતુરાબેન મધુભાઇ હડીયા (ઉ.વ. 4પ, રહે. રાજુલા) અને છગનભાઇ કળાભાઇ બલદાણિયા (ઉ.વ. 4પ, રહે. ગીર ગઢડા) નો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલાઓમા ગોવીંદ-તમન્ના ભાઇ-બહેન હોવાનુ સામે આવ્યુ છે.

મેં ટ્રાય કરી પરંતુ બસ પર કાબૂ ન રહેતા બંધ પડેલા ડમ્પરમા ઘૂસી ગઇ: ડ્રાઇવર
સુરત સમુહ લગ્નમાંથી રાજુલા તરફ પરત ફરી રહેલી એપલ ટ્રાવેલ્સની બસના ડ્રાઇવર વલ્લભભાઇ મકવાણાએ જણાવ્યુ હતુ કે અમારી બસ સુરતથી રાજુલા આવતી હતી આ દરમિયાન ત્રાપજ નજીક ડમ્પર રોડની સાઇડમા ઉભુ હતુ ત્યા કોઇપણ જાતના પથ્થરો મુકયા ન હતા. જેથી મારૂ ધ્યાન ગયુ ન હતુ અને નજીક પહોંચતા અચાનક ડમ્પર પર ધ્યાન જતા સ્ટેરીંગથી બસ પર કાબુ મેળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બસ કાબુમા ન રહેતા દુર્ઘટના ઘટી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version