ભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોત

ભાવનગર-તળાજા હાઇવે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. તળાજા રોડ નજીક આવેલા ત્રાપજ ગામ પાસે એક પૂરઝડપે જઈ રહેલી બોલેરો…

ભાવનગર-તળાજા હાઇવે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. તળાજા રોડ નજીક આવેલા ત્રાપજ ગામ પાસે એક પૂરઝડપે જઈ રહેલી બોલેરો કાર આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યા તેનુ મૃત્યુ નિપજતા મૃત્યુઆંક 7 થયો હતો.

મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા માર્ગ પરથી પસાર થઈ રહેલી બોલેરો કાર અને ટ્રેલર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરની પાછળ બોલેરો કાર એટલી ચંડાવથી અથડાઈ હતી કે કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારમાં સવાર લોકો ગંભીર રીતે ફસાઈ ગયા હતા અને 6 લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જ્યારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

આ કરૂૂણ ઘટનામાં બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્ત જયેશભાઈને તાકીદે પ્રથમ ભાવનગરની સર તખ્તસિંહજી (સર ટી.) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત વધુ નાજુક જણાતાં બાદમાં વધુ સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાને પગલે ભાવનગર-તળાજા હાઇવે પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલિસે વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ ભયાનક અકસ્માતના સમાચારથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.અલંગના પ્લોટ નં. 137 (જેના માલિક ભાવનગરના જયુભાઈ શાહ – ટાણાવાળા છે) ના સ્ટાફના માણસો પોતાની કાર નં. GJ 04 EP 2599માં ભાવનગરથી અલંગ જઈ રહ્યા હતા. તે દરમિયાન ત્રાપજ નજીક ટ્રક નં. RJ 31 GA 9871 કારમાં પાછળથી ઘુસી ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારના આગળના વ્હીલનો ભાગ પણ સળંગ બહાર નીકળી ગયો હતો.