ગૃહમંત્રી હર્ષ સંઘવીનું દ્વારકાના વિકાસ માટે મોટું નિવેદન

દ્વારકામાં કબ્જો કરી બેઠેલાઓની જગ્યા યાત્રિકહિતાર્થે ખાલી કરાવાશે : ગૃહમંત્રી રાજયના રાજયના નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રવાસન મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર ખાતે ભરવાડ સમાજના કાર્યક્રમમાં…

દ્વારકામાં કબ્જો કરી બેઠેલાઓની જગ્યા યાત્રિકહિતાર્થે ખાલી કરાવાશે : ગૃહમંત્રી

રાજયના રાજયના નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રવાસન મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર ખાતે ભરવાડ સમાજના કાર્યક્રમમાં દ્વારકા યાત્રાધામના વિકાસ સબંધી મોટું નિવેદન આપ્યું છે.

ગઈકાલે ગાંધીનગરના સેકટર-17 ખાતે યુવા સંગઠનની યુવા રોજગાર યોજના હેઠળ રર1 જીસીબી વિતરણ કાર્યક્રમમાં રાજયના નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રવાસન મંત્રી હર્ષ સંઘવીએ યાત્રાધામ દ્વારકાના વિકાસાર્થે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું વાણિયાનો દિકરો છું પરન્તુ દ્વારકાધીશની આજુબાજુમાં જયાં દેશની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર હોય અને ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે દેશ અને દુનિયાભરમાંથી શ્રધ્ધાળ ઓ આસ્થાભેર આવતા હોય તેમની વ્યવસ્થાઓ માટે જે જગ્યાઓ રાખી હતી એ જગ્યા પર કબ્જો કરી બેઠેલા એક એક લોકો પાસેથી આવનારા દિવસોમાં ખાલી કરાવી કામમાં આવે એ કાર્ય હું જરૂૂરથી કરીશ. રાજયના ગૃહ તેમજ પ્રવાસન મંત્રીના આ નિવેદન બાદ આગામી દિવસોમાં દ્વારકા ક્ષેત્રમાં પ્રવાસનને નડતરરૂૂપ દબાણકારો સામે કાર્યવાહી થાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.