Site icon Gujarat Mirror

‘હીટ એન્ડ રન’: દોહિત્રની ખબર પૂછવા જતા મહિલાનું વાહનની ઠોકરે મોત

પારડી ચોક થી સિવિલ હોસ્પિટલ તરફ જવાના રસ્તે કેસરી હિન્દ પુલના છેડે રોડ ઉપર પગપાળા જઈ રહેલા મહિલાને અજાણ્યા વાહન ના ચાલકે ઉલાળતા તેમનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું.આ મામલે મૃતકના પુત્રની ફરિયાદ પરથી અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધયો હતો.

બનાવની વધુ વિગતો મુજબ,ભગવતીપરા નજીક મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા જયાબેન વિજયભાઈ મકવાણા (ઉ.વ.53) પગપાળા જઈ રહ્યા હતા ત્યારે કેસરે હિંદ પુલ નજીક વાહનના ચાલકે તેને હડફેટે લેતા ગંભીર ઈજા થતા મૃત્યુ નિપજયું હતું.

મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર જયાબેન ઝનાના હોસ્પિટલમાં દાખલ સફાઈ કામદાર તરીકે નોકરી કરતા દોહીત્રની ખબર પુછવા ઘરેથી પગપાળા જવા રવાના થયા હતાં. તે કેસરે હિંદ પુલ પર પહોંચતાં પુરપાટ વેગે ધસી આવેલા વાહન ચાલકે તેને હડફેટે લેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.બી ડીવીઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.મૃતકને સંતાનમાં બે પુત્ર છે.

Exit mobile version