હિટ એન્ડ રન: માતાની અંતિમ ક્રિયામાં જતા પુત્રને કાળ ખેંચી ગયો

  રાજકોટમાં બનેલી ઘટના: અજાણ્યા કાર ચાલકે રિક્ષાને ઉલાળતા આધેડનું મોત, ત્રણ મુસાફરને ઇજા રાજકોટમા જુના માર્કેટીંગ યાર્ડ પાસે વહેલી સવારે અજાણ્યા કાર ચાલકે રીક્ષાને…

 

રાજકોટમાં બનેલી ઘટના: અજાણ્યા કાર ચાલકે રિક્ષાને ઉલાળતા આધેડનું મોત, ત્રણ મુસાફરને ઇજા

રાજકોટમા જુના માર્કેટીંગ યાર્ડ પાસે વહેલી સવારે અજાણ્યા કાર ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા અમદાવાદથી માતાની અંતિમ ક્રિયામા પોરબંદર જતા રીક્ષા સવાર પુત્રનુ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ. જયારે અન્ય 3 મુસાફરને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મુળ પોરબંદરનાં વતની અને હાલ અમદાવાદ રહેતા યુસુબ અનવરભાઇ મુકાદમ (ઉ.વ. પ0) ઉતર પ્રદેશનાં વિવેક ત્રિમોહન શુકલા (ઉ.વ. ર4), રાજકોટમા રામ પાર્કમા રહેતા ગોપાલ કરશનભાઇ પઢારીયા (ઉ.વ. 48) અને અમદાવાદનાં ભીખાભાઇ મંગલભાઇ ચૌહાણ (ઉ.વ. 63) વહેલી સવાર પાંચેક વાગ્યાનાં અરસામા ગ્રીન લેન્ડ ચોકડીથી રીક્ષામા બેસી ગોંડલ ચોકડી જઇ રહયા હતા ત્યારે માર્કેટીંગ યાર્ડનાં પુલ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલી કારનાં ચાલકે રીક્ષાને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા ચારેય મુસાફરને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા ગંભીર રીતે ઘવાયેલા યુસુબભાઇ મુકાદમની સારવાર કારગત નીવડે તે પુર્વે જ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

પ્રાથમીક તપાસમા મૃતક યુસુબભાઇ પોરબંદરમા રહેતા માતાનુ અવસાન થતા અમદાવાદથી માતાની અંતિમ ક્રીયામા જઇ રહયા હતા ત્યારે કાળ ભેટયો હોવાનુ જાણવા મળ્યુ છે.

જયારે ઇજાગ્રસ્ત વિવેક શુકલા ગોંડલ જઇ રહયો હતો. ગોપાલભાઇ પઢારીયા માણાવદરનાં શેરડી ગામે પોતાનાં વતનમા આટો મારવા જતા હતા . અને અમદાવાદના ભીખાભાઇ ચૌહાણ રાજકોટ રહેતા ભત્રીજાનાં મકાનનાં વાસ્તામા જતા હતા ત્યારે અકસ્માત નડયો હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે .