Site icon Gujarat Mirror

હળવદની સરા ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’ નાનાભાઇને લેવા જતા મોટાભાઇનું અકસ્માતમાં મોત

oplus_2097152

અજાણ્યા ટ્રકના ચાલકે બાઇકને ઉલાળી દીધી હતી

મોરબીના કુંભરીયા ગામે રહેતો યુવાન ગઇકાલે પોતાનુ બાઇક લઇ બુટાવદર ગામે નાનાભાઇને લેવા જતો હતો ત્યારે સરા ચોકડી પાસેથી પસાર થતો હતો ત્યારે ટ્રકના ચાલકે ઉલાળતા યુવાન રસ્તા પર ફંગોવાયો હતો અને તેમને સારવારમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

આ અંગે હળવદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાની વધુ વિગતો મુજબ, હળવદના કુંભારીયા ગામે રહેતા સંજય સુંદરસિંગ માળી (ઉ.વ.23)નામનો યુવાન ગઇકાલે બાઇક લઇ બુંટાવદર ગામે નાનાભાઇને લેવા જતો હતો ત્યારે સરા ચોકડી પાસે અજાણયા ટ્રકના ચાલકે તેમને ઉલાળતા તે પણ રસ્તા પર ફંગોળાયો હતો અને તેમને માથામાં અને શરીરે ઇજા થતા તેમને સારવારમાં ખસેડાયો હતો જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. સંજય પાંચ ભાઇ એક બહેનમાં ત્રીજો અને તેમને સંતાનમાં બે દીકરા અને તેઓ મુળ એમપીના છે. તેઓ ખેતીકામ કરતા હતા. આ અંગે હળવદ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.

Exit mobile version