રતનપર નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત

રસ્તો ઓળંગતા હતા ત્યારે કોઇ વાહનચાલક અડફેટે લઇ નાસી છૂટયો શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપર નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. હડાળાના…

રસ્તો ઓળંગતા હતા ત્યારે કોઇ વાહનચાલક અડફેટે લઇ નાસી છૂટયો

શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપર નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. હડાળાના પ્રૌઢ રસ્તો ઓળંગતા હતા ત્યારે કોઇ વાહન ચાલક હડફેટે લઇ નાશી છૂટતા ઇજાગ્રસ્ત પ્રૌઢનુ સારવારમા મોત નીપજયુ હતુ. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર રતનપર અને હડાળા વચ્ચે શિવ શકિત હોટલ નજીક અજાણ્યા પ્રૌઢ રસ્તો ઓળંગતા હતા ત્યારે કોઇ અજાણ્યો વાહન ચાલક પ્રૌઢને હડફેટે લઇ નાશી છુટયો હતો. જેથી ઇજાગ્રસ્ત પ્રૌઢને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા. જયા સારવાર દરમિયાન તેમનુ મોત નીપજયુ હતુ. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

પોલીસે મૃતકની ઓળખ મેળવવા ફોટાના આધારે તપાસ કરતા મૃતક પ્રૌઢ હડાળા ગામે ઇંટોના ભઠ્ઠા પાસે રહેતા વલ્લભભાઇ દેવાભાઇ વારગીયા (ઉ.વ. પપ) હોવાનુ ખૂલ્યુ હતુ. વધુ તપાસમા મૃતક મુળ ઉપલેટાના ઢાંક ગામના વતની અને અપરિણીતા હતા. તેઓ એકલા રહી છુટક મજૂરી કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.