રાજકોટના હલેન્ડા પાસે હિટ એન્ડ રન: કાર અડફેટે બાઇક ચાલકનું મોત

રાજકોટ-ભાવનગર હાઇવે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં હલેન્ડા ગામે રહેતા આધેડ…

રાજકોટ-ભાવનગર હાઇવે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં હલેન્ડા ગામે રહેતા આધેડ પોતાનુ બાઇક લઇ સરધાર કામ પર જવા નીકળ્યા હતા ત્યારે હલેન્ડા પાસે અજાણયા કાર ચાલકે બાઇકને અડફેટે લીધુ હતું. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા આધેડનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના હલેન્ડા ગામે રહેતા રામજીભાઇ ભીખાભાઇ ચૌહાણ નામના 50 વર્ષના આધેડ પોતાના મિત્રનું બાઇક લઇ સરધાર કામે જઇ રહ્યા હતા ત્યારે હલેન્ડા નજીક પુરપાટ ઝડપે ધસી આવેલી અજાણી કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ ચાર ભાઇમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. સરધાર કામે જઇ રહ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યુ છે.