ઘંટેશ્વર નજીક હિટ એન્ડ રન: રાહદારી વૃદ્ધાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોત

મૃતક મહિલાના વાલી વારસની અને અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલકની શોધખોળ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર બસ સ્ટેન્ડ ની સામે અજાણ્યા વૃદ્ધા ચાલીને જતા…

મૃતક મહિલાના વાલી વારસની અને અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલકની શોધખોળ

શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર બસ સ્ટેન્ડ ની સામે અજાણ્યા વૃદ્ધા ચાલીને જતા તે સમયે અજાણ્યા વાહન વૃદ્ધાને અડફેટે લેતા જાગૃત નાગરિકે 108 ટીમને જાણ કરતા ટીમના તબીબે વૃધ્ધાને ઘટના સ્થળે મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ હતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી નાસી છૂટતા અને ચાલક અને મૃતકના પરિવારની પોલીસે શોધખોળ આદરી આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે જામનગર રોડ પર ઘંટેશ્વર બસ સ્ટેન્ડ સામે હિટ એન્ડ રન ની ઘટના પ્રકાશમાં આવી છે.

જેમાં એક અજાણ્યા વૃદ્ધ ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માત સર્જી ચાલક ત્યાંથી ફરાર થયો હતી રાહદારી દ્વારા 108ની ટીમ જાણ કરતા 108 ટીમ દોડી ગઈ હતી તબીબ સારવાર આપે તે પહેલા વૃધ્ધાએ દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતોઆ અંગે વૃદ્ધાને માથામાં ગંભીર ઈજાઓને થતા ઘટના સ્થળ મરણ થયું હતું અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.બી.જાડેજાએ સીસીટીવી તપાસ સાથે અજાણ્યા વાહન ચાલક સહિત અજાણ્યા વૃધ્ધાના પરિવારની શોંધખોળ આદરી વધુ તપાસ હાથ ધરી છે