Site icon Gujarat Mirror

હિટ એન્ડ રન: અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઇકને ઉલાળતા ITIના વિદ્યાર્થીનું મોત

 

રાજકોટમા હરીઘવા રોડ પર આવેલી ભવનાથ સોસાયટીમા રહેતો અને આઇટીઆઇમા અભ્યાસ કરતો સગીર ભુણાવા પાસે પિતાનાં કારખાને ગયો હતો. જયાથી બાઇક લઇ ટીફીન લેવા ગયો હતો . ટીફીન લઇને પરત ફરતો હતો ત્યારે ભરુડી ટોલ નાકા પાસે સગીરનાં બાઇકને અજાણ્યા ટ્રેકટર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલા સગીરનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા હરીઘવા રોડ પર આવેલી ભવનાથ સોસાયટીમા રહેતો અને આઇટીઆઇમા અભ્યાસ કરતો ક્રિશ રાજુભાઇ સાવલીયા નામનો 17 વર્ષનો સગીર ગઇકાલે બપોરનાં ર વાગ્યાનાં અરસામા પોતાનુ બાઇક લઇ ભરુડી ટોક નાકા પાસેથી પસાર થઇ રહયો હતો ત્યારે અજાણ્યા ટ્રેકટર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા સગીરને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. જયા સગીરનુ સારવાર મળે તે પુર્વે જ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.પ્રાથમીક પુછપરછમા મૃતક ક્રિશ સાવલીયા બે ભાઇમા મોટો હતો. અને આઇટીઆઇમા અભ્યાસ કરતો હતો.

ક્રિશ સાવલીયાનાં પિતા રાજુભાઇ સાવલીયાને ભુણાવા પાસે કારખાનુ છે. ક્રિશ સાવલીયાને કાલે રવીવારની રજા હોવાથી પિતાનાં કારખાને ગયો હતો. અને બપોરનાં સમયે રોડ પર પોતાનુ બાઇક લઇ ટીફીન લેવા ગયો હતો. ટીફીન લઇને પરત ફરતો હતો. ત્યારે અજાણ્યા ટ્રેકટર ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે . આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version